Gondal Yard Apple Price: ગોંડલ માર્કેટિંગ યાર્ડના જૂના ફ્રૂટ યાર્ડમાં સફરજનની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ 20 હજારથી વધુ બોક્સની બમ્પર આવક નોંધાઈ હતી. શિમલા, કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી વેપારીઓ સફરજનનો જથ્થો વેચાણ માટે લાવ્યા હતા.
આ અંગે યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, સફરજનની બમ્પર આવકને પગલે જૂનો ફ્રૂટ યાર્ડ સફરજનના બોક્સથી છલકાઈ ગયો હતો.
હરરાજી દરમિયાન ગુણવત્તા પ્રમાણે સફરજનના રૂ.30 થી રૂ.80 પ્રતિ કિલો સુધીના ભાવ બોલાયા હતા. મોટી આવકના પગલે યાર્ડમાં વેપારીઓ અને ખરીદદારોની પણ ભારે ચહલપહલ જોવા મળી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં 20 હજાર સફરજનના બોક્સની આવક થવા પામી હતી. જે માલ શિમલા, કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી સીધો આવતો હોય, તેનો ભાવ 30 રૂપિયાથી લઈને 80 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે.
