પાટીદાર સમાજમાં વધતા છૂટાછેડા અંગે અગ્રણી અનાર પટેલની ચિંતા, કહ્યું- 'હવે સમાજમાં એક પોઝિટિવ આંદોલનની જરૂર છે'

જસદણમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી અનાર પટેલે સમાજમાં વધતા છૂટાછેડા અને બદલાતી આદતો અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા અને પરસ્પર સમાધાનની ભાવનાના ઘટાડાને સંબોધવા માટે સકારાત્મક આંદોલનની જરૂરિયાત પર ભાર મૂક્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 17 Nov 2026 10:21 AM (IST)Updated: Tue, 17 Nov 2026 10:21 AM (IST)
anar-patel-expresses-concern-over-rising-divorce-cases-in-patidar-community-at-jasdan-event

Anar Patel Statement: રાજકોટ જિલ્લાના જસગણ શહેરમાં પાટીદાર ભવન ખાતે ભવ્ય સખી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સ્નેહમિલનમાં રાજકોટ અને જસદણની પાંચ હજારથી વધુ બહેનોએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ દિનેશ બાંભણિયાની આગેવાનીમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના દિગ્ગજ આગેવાનોની વિશેષ હાજરી રહી હતી. આ કાર્યક્રમમાં પાટીદાર આગેવાન અનારબેન પટેલ, પૂર્વ મંત્રી રમેશભાઈ ટીલાળા, આ ઉપરાંત અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પાટીદાર અગ્રણી અનાર પટેલે કહ્યું?

આ પ્રસંગે પાટીદાર અગ્રણી અનારબેન પટેલે મીડિયા સમક્ષ વિશેષ નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે, સમાજની કેટલીક આદતો બદલાઈ છે. જે પહેલા પાટીદાર સમાજમાં નહોતી. પરિવારોમાં અલગ પડી રહ્યા છે અને વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. આપણે સમાજમાં એક પોઝિટીવ આંદોલનની જરુર છે. સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે. ત્યાગ, અને સહન કરવાની ભાવના ધીરે ધીરે ઓછી થતી જાય છે. દીકરી અને દીકરામાં ઓછું થતું જાય છે. એકબીજા સાથે એડજસ્ટ કરવાની ભાવના ઓછી થતી જાય છે. જો બંને સમજણપૂર્વક સાથે રહે તો છૂટાછેડાનું પ્રમાણ ઓછું થાય.

મુખ્યમંત્રીએ બહેનો અને આયોજકોને પાઠવી શુભેચ્છા

જસદણમાં આયોજિત આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશ રહ્યો હતો. મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સ્નેહમિલનથી જોડાઈને ઉપસ્થિત હજારો બહેનો અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સમાજના વિકાસ અને ઘડતરમાં મહિલાઓની ભૂમિકાને બિરદાવી હતી. સ્નેહમિલન દરમિયાન મહિલાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુત કરવામાં આવી હતી.