Rajkot: ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી રૂ. 16.21 લાખનો ધુંબો માર્યો

હોલસેલ ટેકસટાઈલ મર્ચન્ટ એસોસિએશનના સભ્યો પાસેથી જથ્થાબંધ રેડીમેઈડ કપડા ખરીદી પરિવાર સાથે ગાયબ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 19 Nov 2024 05:03 PM (IST)Updated: Tue, 19 Nov 2024 05:03 PM (IST)
rajkot-news-rs-16-21-lakh-frau-with-cloth-merchants-at-dharmendra-road

Rajkot: શહેરમાં ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂ. 16.21 લાખનો ધુંબો મારી દઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ હોલસેલ રેડીટાઈલ મરચન્ટ એસો.ના સભ્યો પાસેથી જથ્થાબંધ રેડીમેઈડ કપડાનીખરીદી કરી આરોપીઓ પરિવાર સાથે ભાગી જતાં ભોગબનનાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 80 ફૂટ રોડ પર સત્યપાર્ક શેરી નં. 3માં રહેતા કાપડના વેપારી એન ધર્મેન્દ્ર રોડ પર આવેલા રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસોસિએશનના સભ્ય ગીરીશભાઈ ડાયાભાઈ સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્ર રોડ પર મનિષ ટ્રેડીંગ નામે દુકાન ધરાવતા વેપારી બંધુ મનીષ હસમુખભાઈ ઉનડકટ અને જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઈ ઉનડકટના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 20-9-22થી 11-10-24 સુધીમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂા. 4,04,122નો રેડીમેઈડ કપડાનો માલ ખરીદી રૂા. 1,10,313 આપ્યા હતાં એન બાકીના રૂા. 2,93,809 આપ્યા હતાં.

આ ઉપરાંત આરોપીઓ એસોસિએશનના અન્ય વેપારીઓ એડી. બ્રધર્સના અલ્પેશભાઈ મૃગ પાસેથી રૂા. 1,16,242, અંજલી ગારમેન્ટવાળા ભાવેશભાઈ મૃગ પાસેથી રૂા. 2,28,548, વિશાલ ટ્રેડર્સ વાળા દિલિપભાઈ પુરોહિત પાસેથી રૂા. 26,625, રાજેશ ટ્રેડલીંક વાળા દેવેનભાઈ દોશી પાસેથી રૂા. 61,762, રાધીકા એન્ટરપ્રાઈઝવાળા નીમેષભાઈ દેસાઈ પાસેથી રૂા. 34,907, બાલાજી એન્ટરપ્રાઈઝ વાળા હસમુખભાઈ દેસાઈ પાસેથી 1,82,589, વર્ધમાન ટ્રેડીંગ વાળા વિપુલ રૂપાણી પાસેથી રૂા. 3,22,503, કોલેજિયન કલેક્શન વાળા ધવલભાઈ વાઘેલા પાસેથી રૂા. 60,075, આદીત્ય શર્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 2,41,953 અને 3ડી પ્રોડક્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 53,269નો માલ લઈ રૂપિયા ચૂકવ્યા ન હતાં.

અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આરોપી બંધુ રૂપિયા આપતા નહતા અને બંને આરોપી પોતાના પરિવાર સાથે ભાગી ગયા હોય. જેથી ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી બંધુ સામે રૂા. 16.21 લાખની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી પીએસઆઈ બી.એચ. પરમારે તપાસ હાથ ધરી છે.