Western Railway: 10 અને 17 એપ્રિલે પોરબંદરથી આસનસોલ માટે “સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે, આજથી ટિકિટનું બુકિંગ શરુ

મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Wed 09 Apr 2025 06:30 AM (IST)Updated: Wed 09 Apr 2025 06:30 AM (IST)
western-railway-summer-special-train-will-run-from-porbandar-to-asansol-on-april-10-and-17-ticket-booking-will-start-from-today-506173

Western Railway: મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ વિશેષ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09205 પોરબંદર - આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 10.04.2025 (ગુરુવાર) અને 17.04.2025 (ગુરુવાર)ના રોજ પોરબંદર સ્ટેશનથી સવારે 08.50 કલાકે ઉપડશે અને શનિવારે સવારે 6.45 કલાકે આસનસોલ સ્ટેશન પહોંચશે.
  • ટ્રેન નં. 09206 આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 12.04.2025 (શનિવાર) અને 19.04.2025 (શનિવાર)ના રોજ આસનસોલ સ્ટેશનથી 17.45 કલાકે ઉપડશે અને સોમવારે 13.45 કલાકે પોરબંદર પહોંચશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન માર્ગમાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ , છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

ટ્રેન નં. 09205 માટે ટિકિટ બુકિંગ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર 09.04.2025 (બુધવાર)થી શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.