Porbandar: પોરબંદર ચોપાટી ખાતે લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા, જુઓ તસવીરો

આ કવાયતમાં ભારતના અન્ય મિત્ર દેશો કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા,બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 19 Nov 2024 04:22 PM (IST)Updated: Tue, 19 Nov 2024 04:23 PM (IST)
porbandar-news-joint-exercise-of-all-three-wings-of-the-army-at-chopati
HIGHLIGHTS
  • નેવી, આર્મી, એરફોર્સ, NDRF દ્વારા સંયુક્ત એકસરસાઈઝ

Porbandar: આજે પોરબંદર ખાતે સંયુક્ત વિમોચન-2024માં ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત વિમોચન- 2024 આપત્તિ પ્રતિભાવ મિકેનિઝમને મજબૂત કરવા અને આપત્તિ વ્યવસ્થાપનમાં સંકળાયેલા તમામ હિસ્સેદારી વચ્ચે વધુ સમન્વયને પ્રોત્સાહન આપવા માટેની ભારતની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઊભું છે. પોરબંદર ચોપાટી ખાતે આજે લશ્કરીની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

naidunia_image

આજે પોરબંદર ચોપાટી ખાતે સંયુક્ત વિમોચન-2024 એકસરસાઈઝ યોજાઇ હતી. જેમાં તમામ સેનાએ જોઈન્ટ એક્સરસાઇઝ કરી હતી. દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પૂર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે.

એવામાં ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, NDRF દ્વારા સંયુક્ત એકસરસાઈઝ કરવામાં આવી અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું . આ આયોજનનો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે તેની સાથોસાથે સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.

naidunia_image

ડિઝાસ્ટર રીસ્પોન્સ ટુલ્સ, વિવિધ તબીબી સાધનો, સર્વાઈવલ ઈકવીપમેન્ટ, શોધ અને બચાવ માટેના સાધનો, એડવાન્સ કોમ્યુનિકેશન સિસ્ટમ, ડિઝાસ્ટર લોજીસ્ટીક સોલ્યુશન્સ, કલીન એન્ડ ગ્રીન એનર્જી, સ્મોલ આર્મ્સ, ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરવાં આવી હતી. આ કવાયત માં ભારતના અન્ય મિત્ર દેશો કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા,બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા હતા.

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image