સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠુંઃ પોરબંદરના કુતિયાણામાં ધોધમાર પોણા 4 ઈંચ ખાબક્યો, રસ્તા પર પાણી ફરી વળ્યા

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો. આજે આખા દિવસ દરમિયાન 9 તાલુકામાં 1 ઈંચથી વધુ, 6 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 2 તાલુકામાં 3 ઈંચથી વધુ પાણી પડ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 May 2025 10:34 PM (IST)Updated: Sat, 10 May 2025 10:34 PM (IST)
porbandar-news-gujarat-rain-data-43-taluka-gets-rain-on-10th-may-till-8-pm
HIGHLIGHTS
  • વહેલી સવારથી બફારા બાદ બપોરે હવામાનમાં નાટ્યાત્મક પલટો

Gujarat Rain Data: મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના હવામાનમાં ગત રવિવારથી પલટો જોવા મળી રહ્યો છે. ગત રવિવારથી ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુરુવારથી વરસાદનું જોર જરૂર ઘટ્યું હતુ, પરંતુ ગઈકાલે સાંજ પછી ખાસ કરીને સૌરાષ્ટ્રના વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. આજે પણ રાજ્યના 43 તાલુકામાં મેઘાવી માહોલ છવાયેલો જોવા મળ્યો છે.

હકીકતમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ અને સૂરજની સંતાકૂકડી વચ્ચે બપોરે 12 વાગ્યા પછી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. આજે સૌથી વધુ 96 મિ.મી (3.7 ઈંચ) વરસાદ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં નોંધાયો છે. આ સિવાય રાજકોટના જામકંડોરણામાં 79 મિ.મી (3.1 ઈંચ), રાજકોટના ધોરાજીમાં 70 મિ.મી (2.7 ઈંચ), જૂનાગઢના માણાવદરમાં 59 મિ.મી (2.3 ઈંચ), સાબરકાંઠાના ઈડરમાં 57 મિ.મી (2.2 ઈંચ), રાજકોટના જેતપુરમાં 56 મિ.મી (2.2 ઈંચ), રાજકોટના ઉપલેટામાં 44 મિ.મી (1.7 ઈંચ), જામનગરના ધ્રોલમાં 38 મિ.મી (1.5 ઈંચ) અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 30 મિ.મી (1.1 ઈંચ) વરસાદ ખાબક્યો છે.

જ્યારે સાંજે 6 થી 8ના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 20 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જે પૈકી સૌથી વધુ જામનગરના ધ્રોલમાં 38 મિ.મી વરસ્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, માણાવદરમાં 23 મિ.મી., સાબરકાંઠાના ઈડરમાં 22 મિ.મી, પોશિનામાં 11 મિ.મી વરસાદ વરસ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 9 તાલુકામાં 1 ઈંચથી વધુ, 6 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 2 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.