Porbandar Maniyaro Raas: આજના આધુનિક યુગરમાં પારંપારિક ગરબા ભૂલાઈ રહ્યા છે અને યુવા પેઢી વચ્ચે કોમર્શિયલ ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે. એવામાં ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ પરંપરાગત ગરબા રમવાની પ્રથા અકબંધ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં ગરબાની ખાસ શૈલી એવો 'મણિયારો રાસ' માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં પ્રચલિત છે.
પોરબંદરમાં નવરાત્રિના પાવન પર્વે સાસ્કૃતિક વિરાસતનો અદ્દભૂત નજારો જોવા મળે છે. જેમાં મહેરા સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મહેર જ્ઞાતિના હજારો ખલૈયાઓ પોતાની પૌરાણિક સંસ્કૃતિ, પરંપરાગત પોશાક અને કિંમતી આભૂષણો સાથે ગરબે ઘૂમે છે.
AAP MLA ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા ગટગટાવી લેતા હાલત ગંભીર
મહેર સમાજ મૂળ ક્ષત્રિય પરંપરા ધરાવે છે. પ્રાચીન કાળમાં યુદ્ધભૂમિ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ 'બુંગીયો ઢોલ' વગાડીને જીતની ખુશી મનાવવામાં આવતી હતી. આ વિજયોત્સવમાંથી જ કાળક્રમે વિશ્વપ્રસિદ્ધ ‘મણિયારા રાસ’નો જન્મ થયો હોવાની માન્યતા છે.
નવરાત્રિના પાંચમા નોરતે આયોજિત ખાસ કાર્યક્રમમાં આશરે 10 થી 12 હજાર જેટલા ભાઈ-બહેનો એક જ મેદાનમાં એકત્રિત થાય છે. એકસરખા પરંપરાગત સ્ટેપ્સ અને તાલ સાથે રમાતો આ મણિયારો રાસ જોનાર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે.
આજના સમયમાં સોનાના આકાશને આંબતા ભાવ અને સુરક્ષાની ચિંતા વચ્ચે જ્યાં લોકો સોનું પહેરીને નીકળતા ખચકાય છે, ત્યાં મહેર સમાજની મહિલાઓ કોઈપણ ડર વગર 20 થી 25 તોલા સોનાના પરંપરાગત ઘરેણાં ધારણ કરીને ગરબે ઘૂમે છે. લાખો રૂપિયાના સુવર્ણ અલંકારો સાથે રમતી મહિલાઓનો આ રૂઆબ આખા ગરબા ગ્રાઉન્ડનું મુખ્ય આકર્ષણ બની રહે છે.
મહેર સમાજનો પરંપરાગત અને ભાતીગળ પહેરવેશ
જેમાં પુરુષો માથે પરંપરાગત પાઘડી, ચોયણી અને ખભા પર ખેસ પહેરે છે. જ્યારે મહિલાઓ ભાતીગળ ઢારવો, કાપડું અને ઓઢણી સાથે ગળામાં સોનાનો હાર અને કાનની શાન વધારતા વેઢલા પહેરે છે.
સુદામાપુરી પોરબંદરમાં નવરાત્રિ નોરતાના પાંચમાં દિવસે મહેર જ્ઞાતિનો પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું. 10 થી 12 હજાર ભાઇઓ-બહેનોએ એક સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયારો અને રાસડાની રમઝટ બોલાવી મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોક સમક્ષ મૂકી હતી. એક મહિલા પોતાના શરીરે 20-20 તોલા સોનાના દાગીના પહેરી પરંપરાગત રાસડા રમી માતાજીની આરાધના કરી હતી.
