પોરબંદરમાં ખેલૈયાઓ માટે ખુશખબર: નવરાત્રીમાં મોડી રાત સુધી દોડશે સિટી બસ, બાળકો માટે સવારી ફ્રી

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી સિટી બસ સેવા શરૂ કરાઈ છે. મહિલાઓ-દીકરીઓની સુરક્ષા અને બાળકો માટે ફ્રી મુસાફરી અંગે જાણો સંપૂર્ણ વિગત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 10:20 AM (IST)Updated: Mon, 12 Oct 2026 10:20 AM (IST)
porbandar-city-bus-navratri-service-free-ride-for-kids-late-night-garba
AI Generated image

Navratri 2026: આદ્યશક્તિ માની ભક્તિનો અનેરો પર્વ એટલે નવરાત્રિની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ગરબાની ઉજવણી થઈ રહી છે. પોરબંદર જિલ્લામાં પણ નવરાત્રિનો ધમાકેદાર પ્રારંભ થયો છે. નવલાં નોરતાનાં દિવસોમાં ગરબા રમવા જતાં ખૈલેયાઓ અને નાગરિકોને મોડી રાત્રે અવરજવરમાં અગવડ ન પડે તે હેતુથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.

મનપા દ્વારા વિશેષ સુવિધા

પોરબંદરવાસીઓને નવરાત્રિ દરમિયાન સુવિધા મળી રહે તે માટે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીએ મોડી રાત સુધી સિટી બસ સેવાનો સમય લંબાવી દેવાનો નિર્ણય કર્યો છે. શહેરીજનોને આ વિશેષ સુવિધાનો લાભ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી મળશે. મોડી રાતે પણ નાગરિકોને સલામત અને સુવિધાજનક પરિવહન મળી રહેશે.

નાના બાળકોને નિ:શુલ્ક મુસાફરી

સિટી બસ સેવા ચોપાટી પાર્ટી પ્લોટથી શહેરના વિવિધ વિસ્તારો તરફ જવા માટે રાતે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મોડી રાત્રે ગરબા રમીને પરત ફરતી વખતે બહેનો અને દીકરીઓની સુરક્ષાને મનપાએ વિશેષ પ્રાથમિકતા આપી છે. રાતે ગરબા રમીને બહેનો-દીકરીઓ સિટી બસમાં બેસીને સુરક્ષિત ઘરે જઈ શકશે. નવરાત્રિના પર્વને ધ્યાને રાખીને બાળકોને પણ નિ:શુલ્ક સિટી બસ મુસાફરીને સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

ટ્રાફિક પોલીસની વિશેષ વ્યવસ્થા

બીજી તરફ રાત્રિ સિટી બસમાં મુસાફરી કરતા પુખ્ત વયના મુસાફરોએ નિર્ધારિત ભાડુ ચુકવીને ટિકિટ લેવાની રહેશે. તહેવારમાં સિટી બસની સેવાનો લાભ લેવા શહેરીજનોને ખાસ અનુરોધ કરાયો છે. તેમજ પોરબંદરમાં ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ અને સરળતાથી જળવાય તે માટે ટ્રાફિક વિભાગે પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી છે.