માતાજીની પલ્લીના દર્શન કરવા ગયા અને પાછળથી ચોરી: પાટણમાં લાખોની ચોરી અંગે પોલીસ તપાસ શરૂ

પાટણમાં વતન પલ્લી ભરવા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 21 Oct 2026 10:03 AM (IST)Updated: Wed, 21 Oct 2026 10:03 AM (IST)
patan-nihar-residency-theft-house-break-in-robbery-crime-news

Patan News: પાટણ શહેરમાંથી એક મકાનમાં તસ્કરોએ ચોરી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટણ શહેરમાં રહેતો પરિવાર માતાજીને પલ્લી અર્પણ કરવા માટે માદરે વતન ગયો હતો. ત્યારે પરિવારજનોની ગેરહાજરીમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડીને સોના-ચાંદીના દાગીના ચોરી લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે પરિવાર ઘરે પહોંચ્યો તો ઘરનું તાળુ તૂટેલું અને સામાન વેરવિખેર મળી આવ્યો હતો.

પરિવાર પલ્લી અર્પણ કરવા ગયો

મળતી માહિતી મુજબ, શહેરની નિહાર રેસીડેન્સીમાં રહેતા રોનકકુમાર પરમાર પોતાના વતન વસઈ ગામે માતાજીને પલ્લી અર્પિત કરવા માટે ગયા હતા. પૂરો પરિવાર 17 ઓક્ટોબરની સાંજે ગામડે જવા માટે નીકળી ગયો હતો. ઘરમાં કોઈ નહીં હોવાનો ફાયદો ઉઠાવીને કેટલાક તસ્કરોએ નિશાને લીધું હતું. કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવીને ચોરો ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશી ગયા હતા. તિજોરી અને પલંગ જેવી જગ્યાએ ચોરોએ હાથફેરો કરીને સોના અને ચાંદીના દાગીના સહિત અંદાજે 1.21 લાખનો માલમત્તા ચોરી ગયા હતા.

ચોરો અંધારામાં ચોરી કરી ફરાર

18 ઓક્ટોબરની રાત્રે 3 વાગ્યાના સુમારે સોસાયટીમાં રહેતા એક રહીશે ચોરી અંગે રોનકકુમાર પરમારને જાણ કરતાં. તાત્કાલિક તેઓ પાટણ પહોંચી ગયા હતા. જ્યારે તેઓએ ઘરનો નજારો જોયો તો, દરવાજાનું તાળુ તૂટેલું, તિજોરીમાંથી દાગીના ગાયબ અને ઘર વેરવિખેર સ્થિતિમાં હતું. આ અંગે રોનકકુમારે પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસ અજાણ્યા ચોરોની શોધખોળમાં કામે લાગી હતી. જ્યારે ચોરીની ઘટના અંગે પીએસઆઈ. કે.આર પટેલે જણાવ્યું કે, ઘરની આસપાસના વિસ્તારમાં સીસીટીવી ન હોવાથી તેમના કોઈ ફૂટેજ મળ્યા નથી. ચોરોની ભાળ મેળવવા માટે ડોગ સ્કવોડ ખેતર તરફના વિસ્તારમાં ગઈ હતી.

અજાણ્યા ચોરો સામે ફરિયાદ દાખલ

પીએસઆઈ કે.આર પટેલના જણાવ્યા પ્રમાણે ચોરો ઘરમાંથી સોનાની બે બુટ્ટી, સોનાની ચેન, ચાંદીના કડા પોંચી અને પાયલ સહિક આશરે 1,09 લાખનાં દાગીના અને 12 હજારની રોકડા ચોરી ગયા. હાલ કુલ 1.21 લાખનો મુદ્દામાલ ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ ચોરોની તપાસ કરી રહી છે.