હવે પાટણ રેલવે સ્ટેશન પર મળશે એરપોર્ટ જેવી સુવિધા! જાણો રૂ. 40 કરોડના પ્રોજેક્ટમાં શું-શું નવું બનશે

પાટણ રેલ્વે સ્ટેશનને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે રુ. 40 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 18 Oct 2026 09:46 AM (IST)Updated: Sun, 18 Oct 2026 09:46 AM (IST)
patan-railway-station-redevelopment-foot-over-bridge-lift-escalator-roof-plaza

Patan News: પાટણ રેલ્વે સ્ટેશનને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે રુ.40 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મુસાફરોની સરળ અવરજવર માટે રુ. 10 કરોડના ખર્ચે 72 મીટર લાંબો અને 12 મીટર પહોળો ભવ્ય ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ક્રેનની મદદથી ઝડપી નિર્માણ

આ આધુનિક બ્રિજનું નિર્માણ કાર્ય ડી. આર અગ્રવાલ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ક્રેનની મદદથી પિલર અને કમાનો ગોઠવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેને આગામી 3 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ બ્રિજ સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ છેડા તેમજ તમામ પ્લેટફોર્મને સીધુ જોડાણ આપશે, જેથી મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવામાં સરળતા રહેશે.

મુસાફરોને મળશે વિશેષ સુવિધા

પાટણ રેલ્વે સ્ટેશનમાં 40 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ મળી રહે તેમજ સ્ટેશન પર કુદરતી પ્રકાશ જળવાઈ રહે તે માટે રુફ ટ્રસ પદ્ધતિથી ડોમ બનાવી તેના પર એક્રેલિક પતરાં લગાવવામાં આવશે, મુસાફરો માટે આરામદાયક રૂફ પ્લાઝાની સાથે ખાણીપીણીના સુસજ્જ સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે, દિવ્યાંગો, વૃદ્ધો અને ભારે સામાન સાથે મુસાફરી કરતા લોકો માટે 4 સીડીઓ, 2 લિફ્ટ અને 2 એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.