Patan News: રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં HNGUનો પદવીદાન સમારોહ: 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉ. ગુ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 151 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 11 Apr 2026 08:58 AM (IST)Updated: Sat, 11 Apr 2026 08:58 AM (IST)
patan-news-hemchandracharya-north-gujarat-university-first-convocation-governor-acharya-devvrat

Patan: પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉ. ગુ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સમારોહમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરાયા હતા.તેમજ પદવીદાન સમારોહમાં ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાયા

હેમચન્દ્રાચાર્ય યુનિર્સિટીમાં અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતા હતા. પરંતુ તમામ યુનિવર્સિટીના કુલપતિ રાજ્યપાલ હોવાથી તેમના સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

રાજ્યપાલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

પદવીદાન સમારોહમાં રાજ્યપાલે વિદ્યાર્થીઓેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિદ્યાર્થિઓને જીવનમાં ગમે એટલા મોટા બનો તો પણ માનવતા ન છોડવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ દ્વારા વિદ્યાર્થીઓને માતા-પિતા અને ગુરુજનોને સન્માન આપવા ટકોર કરી હતી.