Patan News: પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર પાસે બેનર નહીં લગાવવાનો પરિપત્ર છતાં વિદ્યાથી સંગઠન દ્વારા બેનર લગાવાતા વિવાદ સર્જાયો છે. NSUI દ્વારા કુલપતિને આવેદનપત્ર સાથે રજૂઆત કરી બેનરની મંજૂરી આપનાર રજીસ્ટર સામે પગલાં ભરવા માંગ કરાઈ હતી.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર વિરુદ્ધ યુનિવર્સિટીના રજીસ્ટાર દ્રારા બેનર લગાવવાની અપાની પરવાનગીને અંગે વિદ્યાથી સંગઠન NSUI દ્રારા ગુરૂવારના રોજ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. NSUIના હોદેદારો અને કાર્યકરો દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં 2022ના ઓગસ્ટ માસમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો હતો.
જેમાં સ્પષ્ટ રીતે દર્શાવેલ હતું કે યુનિવર્સિટીના મેઈન ગેટ પર આવેલી બેનરની જગ્યા ઉપર અને યુનિવર્સિટીથી 100 મીટરની હદમાં કોઈપણ રાજકીય પાર્ટીના કે વિદ્યાર્થી સંગઠનના બેનર લગાવવા નહીં. આમ છતાં ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાથી પરીષદના બેનર લગાવવાની યુનિવર્સિટીના રજીસ્ટાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. અખિલ ભારતીય વિધાથી પરીષદ દ્વારા ગેર કાયદેસર રીતે બેનર લગાવવામાં આવેલા છે. આ બેનર દુર કરવા અને પરિપત્રનો ઉલ્લઘન કરી ગેર કાયદેસર રીતે પરવાનગી આપવા બદલ રજિસ્ટ્રાર વિરુદ્ધ પગલાં ભરવાની માગ કરી ભવિષ્યમાં પણ આવા રાજકીય બેનરો લગાવવા પરવાનગી નહીં આપવા રજુઆત કરી હતી.
