Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં FRCની પ્રથમ બેઠક યોજાઈ, સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ફીનું માળખું નક્કી ચર્ચા-વિચારણા

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે FRCની પ્રથમ બેઠક યોજાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 31 Mar 2026 11:44 AM (IST)Updated: Tue, 31 Mar 2026 11:45 AM (IST)
patan-hemchandracharya-university-frc-meeting-self-finance-college-fees-structure

Patan News: પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. યુનિવર્સિટી દ્વારા બેઠક સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં ફીનું યોગ્ય માળખું નક્કી કરવા માટે બેઠક બોલાવાઈ હતી

બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ

FRC બેઠક અંગે યુનિ.કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા માટે FRCની રચના કરાઈ છે. FRCની પ્રથમ બેઠકમાં ફીના માળખામાં સુધારો કરીને યોગ્ય માળખું નક્કી કરવા માટે કોલેજોના સૂચનો ધ્યાને લેવા જેવી બાબતે લાંબી ચર્ચા કરવામાં આવેલ હતી.

બેઠકમાં સભ્યોનો સમાવેશ

FRC બેઠકમાં સભ્યો તરીકે, બેન્ક ઓફ બરોડાના નિવૃત જનરલ મેનેજર, જીટીયુના નિવૃત કુલપતિ, હાઈકોર્ટના નિવૃત જજ, જાણીતાં સીએ અને યુનિવર્સિટી કુલપતિ, કુલસચિવ તેમજ પ્રોફેસરનો સમાવેશ થાય છે.

બેઠક શા માટે યોજાઈ?

કોલેજોમાં કેવા પ્રકારની કેટલી ફી લેવાય છે. તેમજ ફીના માળખામાં વધારો કરવા બાબતે રજૂઆતો અને માગણીઓને ધ્યાને રાખીને બેઠક યોજવામાં આવી હતી. કોલેજોની હાલની ફી, તેઓ કેટલી ફી રાખવા ઈચ્છે છે તેના સૂચન, માહિતી અને ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબો પણ મંગાવવામાં આવેલ છે.

FRC બેઠકમાં કમિટી કોલેજોના ટ્રસ્ટી મંડળોની માગણીઓને ધ્યાને લઈને યોગ્ય ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરશે. સુયોગ્ય ફી માળખું નક્કી થવાથી સારી કોલેજોનું અસ્તિત્વ જળવાઈ રહે અને અન્ય કોલેજો અંગેની માહિતી પણ મળી શકે. યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોના ફી સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ મેળવીને તેના પર પણ ચર્ચા થઈ હતી.