Patan: ગૌણ સેવા અને GPSC ની પરીક્ષા પ્રક્રિયા સામે વિરોધ, ઉમેદવારોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાટણ કલેક્ટર કચેરી ખાતે ગૌણ સેવા અને GPSC પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ સાથે ઉમેદવારોએ ઉગ્ર વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 08 Sep 2026 10:14 AM (IST)Updated: Tue, 08 Sep 2026 10:14 AM (IST)
patan-gasssb-gpsc-recruitment-exam-protest-candidate-collector-memorandum

Patan News: પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસીની પરીક્ષા પ્રક્રિયા સામે ઉમેદવારો તેમજ સામાજિક આગેવાનોએ ભેગા મળીને મોટો વિરોધ નોંધાવ્યો છે. ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના આગેવાનોએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતી અને અનિયમિતતનો આરોપ લગાવીને કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યું છે.

ઉમેદવારોએ લગાવ્યો ગંભીર આરોપ

આગેવાનો અને ઉમેદવારોએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, લેખિત પરીક્ષામાં 300માંથી 260થી 280 જેવા ઉચ્ચ ગુણાંક મેળવાનારા હોશિયાર ઉમેદવારોને 100 માર્ક્સના ઇન્ટરવ્યુમાં માત્ર 14થી 20 જેટલા નીચા ગુણ આપીને પસંદગી યાદીમાંથી બહાર કરી દેવાય છે. તેમજ ઇન્ટરવ્યુના ગુણ 100થી વધારીને 150 કરવાની યોજના સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આવા ગંભીર આરોપ સાથે આવેદન પાઠવાયું છે.

ચેરમેનના રાજીનામાની કરી માગ

વધુ એક આગેવાન મેહુલદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે, ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનાં હેતુથી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલના રાજીનામાની માંગ આવેદનપત્રમાં ઉલ્લેખિત કરાઈ છે અને જો સમસ્યાનું વહેલી તકે નિકાલ લાવવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને ધરણાં કરવાની ચેતવણી આપવામાં આવી છે.