Pavagadh Navratri 2026: પાવાગઢમાં નવરાત્રિના બીજા નોરતે માઈભક્તોનું ઘોડાપૂર, મંદિર સુધી ભક્તોની લાંબી કતારો

માતાજીના જયકારા સાથે નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના ભક્તોમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Oct 2026 04:53 PM (IST)Updated: Mon, 12 Oct 2026 04:53 PM (IST)
pavagadh-navratri-2026-huge-devotee-rush-at-mahakali-temple-on-day-2

Pavagadh News: પંચમહાલ જિલ્લાના જગવિખ્યાત અને આસ્થાના પ્રતીક સમાન યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિના પવિત્ર પર્વના બીજા દિવસે મા મહાકાળીના દર્શન માટે ભક્તોનો અપ્રતિમ મહાસાગર ઉમટી પડ્યો હતો. વહેલી પરોઢથી જ ગુજરાત તેમજ અન્ય રાજ્યોના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડુંગર ચડીને માતાજીના દરબારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તળેટીથી માંચી અને ત્યાંથી મંદિર સુધી ભક્તોની લાંબી અને શિસ્તબદ્ધ કતારો જોવા મળી હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં જાણે માનવમેળા જેવું દશ્ય સર્જાયું હતું.

શક્તિની આરાધનાના આ મહાપર્વ નિમિત્તે માર્ગો ઉપર શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. માતાજીના જયકારા સાથે નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના ભક્તોમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કલાકદીઠ વધતી જતી ભીડ છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ જ ઓટ આવી ન હતી, અને પ્રત્યેક ભક્ત માં કાલીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવતો નજરે પડ્યો હતો.

naidunia_image

સમગ્ર પાવાગઢ ધામ ‘જય મહાકાળી’ અને ‘જય અંબે’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વાતાવરણમાં ફેલાયેલી ભક્તિની સુવાસ અને આધ્યાત્મિક ઉર્જાએ ઉપસ્થિત દરેક શ્રદ્ધાળુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દૂર-દૂરથી કષ્ટ વેઠીને આવેલા લોકોએ માતાજીના દર્શન કરી પોતાના પરિવાર અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આમ, શ્રદ્ધા, સમર્પણ અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમાન પાવાગઢમાં નવરાત્રિનો આ દિવસ ભક્તિભાવના રંગે પૂરેપૂરો રંગાયેલો જોવા મળ્યો હતો.