Godhra RTO Fancy Number E-Auction: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગોધરા કચેરી હેઠળના તમામ વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજી (E-Auction) શરૂ કરવામાં આવનાર છે. જેમાં નવા વાહન ખરીદનારા માલિકો પોતાની પસંદગીનો 'ગોલ્ડન' કે 'સિલ્વર' નંબર મેળવવા માટે ભાગ લઈ શકશે. આ હરાજીમાં ફોર-વ્હીલરની નવી સિરીઝ જેમ કે GJ-17-EA -0001-9999નું ઓકશન શરૂ કરવામાં આવનાર છે.
ઓનલાઇન અરજીની (રજીસ્ટ્રેશન) શરૂઆત 27 ઓક્ટોબર, 2026ના 4 કલાક સુધી તથા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર 03:59 કલાક સુધી ઈ-હરાજી (Bidding) શરૂ થવાની તારીખ 27-10-2026ના 4 કલાક સુધી તથા ઈ-હરાજી પૂર્ણ થવાની તારીખ 29 ઓક્ટોબર, 2026ના 4 કલાક રહેશે.
આ પણ વાંચો
અરજી કરવાની પ્રક્રિયા: Godhra RTO Fancy Number E-Auction
વાહન માલિકોએ www.parivahan.gov.in/fancy પર નોંધણી કરાવી યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવવાનો રહેશે.
સેલ ઈન્વોઈસ અથવા વીમાની તારીખથી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.
હરાજીમાં સફળ થયેલા અરજદારે બાકીની રકમ ૫ દિવસમાં જમા કરાવવાની રહેશે. જો નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો, તો ભરેલી મૂળ રકમ (Base Price) જપ્ત કરવામાં આવશે.
જે અરજદારોને નંબર ફાળવી શકાયો નથી, તેમને ભરેલી રકમ SBI e-pay દ્વારા પરત કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા તમામ વાહન માલિકોને આ ઓનલાઇન હરાજીનો મહત્તમ લાભ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
