પંચમહાલ: એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડમ્પર ચાલકનું મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પંચમહાલના કાલોલ નજીક પાણીયા ગામ પાસે એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ડમ્પર ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત, 15થી વધુ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 12 Sep 2026 11:44 AM (IST)Updated: Sat, 12 Sep 2026 11:44 AM (IST)
panchmahal-kalol-accident-st-bus-dumper-collision-driver-die-15-injured

Panchmahal Road Accident: પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના પાણીયા ગામ પાસે આજરોજ એક એસ.ટી બસ અને ડમ્પર વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર ઘટનામાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં બેસેલા 15થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટના સર્જાતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

S.T. બસ અને ડમ્પરની ટક્કર

મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના એરાલ નજીક પાણીયા ગામ પાસે આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં બોડેલીથી ગોધરા તરફ જતી એસ.ટી બસ અને ડમ્પર વાહન વચ્ચે ગંભીર ટક્કર સર્જાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા

ઘટના સર્જાયા બાદ આજુબાજુના સ્થાનિકોએ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરાતાં તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ એસટી વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ડમ્પર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજતાં તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.