Halol: હાલોલ તાલુકાના ઘનસર આટા ગામમાં સૂઈ રહેલા માતા-પુત્રી પર માટીની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં પુત્રીનું મોત થયું છે, જ્યારે માતા ઈજાગ્રસ્ત થઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઘનસર આટા ગામના ફળિયામાં માટીની દીવાલવાળા કાચા મકાનમાં રહેતા શનાભાઈ નાયક ગઈકાલે રાતે પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. આ દરમિયાન મોડી રાતે માટીની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં દીવાલને અડીને સૂતેલા શનાભાઈની પત્ની રેશ્માબેન અને પુત્રી ગાયત્રી કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
આ પણ વાંચો
આ બાબતની જાણ થતાં પરિવારજનો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને માતા-પુત્રીને બહાર કાઢ્યા હતા. જે બાદ તાત્કાલિક બન્નેને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગાયત્રીનું મોત નીપજ્યું હતુ.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
