Halol Wall Collapse: હાલોલના ઔદ્યોગિક વસાહતમાં આવેલ એગ્રો કેમિકલ કંપનીની દીવાલ બપોરે પડેલા ભારે વરસાદના પગલે ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દીવાલની નજીક આવેલા પ્લોટમાં ઝૂંપડા બાંધી રહેતા બે શ્રમજીવી પરિવારો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારના 4 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે
આજે ભારે વરસાદમાં ઔદ્યોગિત વસાહતમાં આવેલ એગ્રો કંપનીની દીવાલ ધરાશાયી થતાં દીવાલની નજીક ઝૂંપડુ બાંધીને રહેતા મજૂર પરિવાર પર કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારના 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને કાટમાળ હેઠળથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
જ્યાં ફરજ પરના તબીબોએ 4 બાળકોને મૃત જાહેર કર્યાં છે. જ્યારે અન્ય બે બાળક સહિત 2 મહિલાઓને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોની ઓળખ પાર્વતીબેન અંબારામ (26), મીત ડામોર (2), આલિયા ડામોર (5), હીરાબેન ડામોર (25) તરીકે થઈ છે. જ્યારે ગુનગુન ભુરીયા (2), અભિષેક ભુરીયા (5), ચીરીરામ ડામોર (5), મુસ્કાન ભુરીયા (5) મોતને ભેટ્યા છે.
