કિંજલ રબારી વિવાદમાં મધ્યસ્થી કરનાર ઠાકરશી રબારી કોણ છે? જાણો ઉત્તર ગુજરાતના આ કદાવર નેતાનો પરિચય અને સામાજિક પ્રભાવ

ઠાકરશી રબારીએ સાબિત કર્યું છે કે રાજકીય હોદ્દો માત્ર સત્તા માટે નથી, પરંતુ સામાજિક કટોકટીના સમયે સમાજને દોરવણી આપવા માટે પણ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 15 Mar 2026 03:00 PM (IST)Updated: Sun, 15 Mar 2026 03:00 PM (IST)
who-is-thakarshi-rabari-who-resolved-the-controversy-of-gujarati-singer-kinjal-rabari

Who is Thakarshi Rabari: સિંગર કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન બાદ ઉત્તર ગુજરાતમાં જે સામાજિક તણાવ ઉભો થયો હતો, તેને ડામવા માટે રાજકીય અને સામાજિક અગ્રણીઓ આગળ આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં સમાધાનના મુખ્ય સૂત્રધાર તરીકે બનાસકાંઠાના જાણીતા નેતા અને કોંગ્રેસ અગ્રણી ઠાકરશી રબારીનું નામ મોખરે રહ્યું છે. તેમની સમજાવટથી જ આ હાઈ-વોલ્ટેજ ડ્રામાનો સુખદ અંત આવ્યો છે.

ઠાકરશી રબારી બનાસકાંઠા જિલ્લાના રાજકારણ અને રબારી સમાજમાં મોટું કદ ધરાવતા નેતા છે. તેઓ વર્ષોથી જાહેર જીવન અને ખેડૂતોના પ્રશ્નો સાથે સંકળાયેલા છે.

રાજકીય હોદ્દા અને કારકિર્દી:

  • ચેરમેન: બનાસકાંઠા કિસાન કોંગ્રેસ સમિતિ (B.K Kisan Congress Committee).
  • પ્રમુખ: વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ.
  • ભૂતપૂર્વ સભ્ય: ઢીમા જિલ્લા પંચાયત બેઠક.
  • પક્ષ: તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના સક્રિય અને પાયાના કાર્યકર છે.

શિક્ષણ અને અંગત જીવન

ઠાકરશી રબારી મૂળ વાવ (બનાસકાંઠા) ના વતની છે અને હાલમાં થરાદ ખાતે સ્થાયી થયા છે. તેમણે તેમનું શાળાકીય શિક્ષણ મહેતા એન.એસ. વિનય મંદિર, વાવ ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા અને ગુજરાત યુનિવર્સિટીમાંથી પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી. સોશિયલ મીડિયા પર તેઓ 'ડિજિટલ ક્રિએટર' તરીકે પણ સક્રિય છે, જ્યાં તેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કરતા રહે છે.

વિવાદ ઉકેલવામાં ભજવેલી ભૂમિકા

કિંજલ રબારીના લગ્ન બાદ જ્યારે રબારી અને ચૌધરી સમાજ આમને-સામને આવી ગયા હતા, ત્યારે ઠાકરશી રબારીએ એક જવાબદાર સામાજિક અગ્રણી તરીકે મધ્યસ્થી કરી હતી. તેમણે ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. તેમજ યુવક-યુવતી અને તેમના પરિવારોને સામાજિક મર્યાદાઓ અને ભવિષ્યના પ્રશ્નો વિશે સમજાવ્યા હતા. તેમની મધ્યસ્થીના પરિણામે જ કિંજલ રબારી પિયર પરત ફરી અને બંને પરિવારો વચ્ચે કાયદાકીય લડતને બદલે સમજાવટથી સમાધાન થયું.

ઠાકરશી રબારીએ સાબિત કર્યું છે કે રાજકીય હોદ્દો માત્ર સત્તા માટે નથી, પરંતુ સામાજિક કટોકટીના સમયે સમાજને દોરવણી આપવા માટે પણ છે. કિંજલ રબારી પ્રકરણમાં તેમની ભૂમિકાને કારણે ઉત્તર ગુજરાતમાં તેમની લોકપ્રિયતા અને સ્વીકાર્યતામાં વધારો થયો છે.