Suigam Accident: સુઇગામ નજીક ભારતમાલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ત્રણના ઘટના સ્થળે મોત

ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 01 Jan 2025 10:16 AM (IST)Updated: Wed, 01 Jan 2025 10:20 AM (IST)
three-people-died-in-a-accident-between-a-luxury-and-tanker-on-bharatmala-highway-near-suigam-in-banaskantha
HIGHLIGHTS
  • ટેન્કર અને લક્ઝરી વચ્ચે અકસ્માત
  • ત્રણ લોકોના મોત થયા

Banaskantha Accident: મળતી માહિતી પ્રમાણે રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરીમાં સવાર 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.

naidunia_image

ત્રણ લોકોના મોત થયા

સૂઇગામના સોનેથ ગામ નજીક રાત્રીના સમયે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરીને સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

naidunia_image

ટેન્કર અને લક્ઝરી વચ્ચે અકસ્માત

મૃતકોને સૂઇગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સુઈગામ, ભાભર અને વાવ થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘાયલોને સારવાર અર્થે ખસડવામાં જહેમત ઉઠાવી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

naidunia_image