થરાદ ST ડેપોના કંડક્ટર રામજીભાઈની ઈમાનદારી, બસમાંથી મળેલું પોકેટ માલિકને પરત પહોંચાડ્યું

બસમાંથી મળેલા પોકેટમાં રૂ. 10,000 રોકડ અને અગત્યના દસ્તાવેજો હતા, જે મૂળ માલિકને પરત કર્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 06:17 PM (IST)Updated: Wed, 11 Nov 2026 06:17 PM (IST)
tharad-st-depot-conductor-ramjibhai-parmar-returns-lost-pocket-to-owner

Vav-Tharad News: આજના સમયમાં જ્યારે ઈમાનદારી અને માનવતાના જૂજ કિસ્સા જોવા મળી છે, ત્યારે થરાદ એસટી ડેપોના કંડક્ટર પરમાર રામજીભાઈએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. થરાદ-મોરબી રૂટ પર ફરજ બજાવતા કંડક્ટર રામજીભાઈને બસમાંથી એક પોકેટ મળી આવ્યું હતું, જે તેના મૂળ માલિકને પરત કર્યું હતું.

મળતી માહિતી મુજબ, 8 નવેમ્બર 2026 ના રોજ થરાદ-મોરબી રૂટની બસમાંથી કંડક્ટર પરમાર રામજીભાઈને આ પોકેટ મળી આવ્યું હતું. આ પોકેટમાં અંદાજે રૂ. 10,000 રોકડ રકમ તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો હતા.

પોકેટ કોનું છે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે તે ગંગારામ નામના ટ્રક ડ્રાઈવરનું હતું, જેઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે. પોકેટમાં રહેલા દસ્તાવેજોના આધારે તેના માલિક સુધી પહોંચવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્યારબાદ 11 નવેમ્બર 2026 ના રોજ કંડક્ટર પરમાર રામજીભાઈ દ્વારા પોકેટમાં રહેલી રૂ. 10,000 રોકડ રકમ અને તમામ અગત્યના દસ્તાવેજો મૂળ માલિક ગંગારામને પરત કરવામાં આવ્યા હતા.

આમ, સરકારી ફરજ નિભાવવાની સાથે માનવતા અને પ્રામાણિકતાનો પરિચય આપનાર થરાદ ડેપોના કંડક્ટર પરમાર રામજીભાઈની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. તેમની આ ઈમાનદારી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.