ખજૂરભાઈએ વચન નિભાવ્યું: સ્વ. ગુજ્જુ લવગુરુના પરિવાર માટે સુઈગામમાં 3 રૂમ અને રસોડાનું નવું ઘર બનાવવાનું કામ શરૂ

જાણીતા યુટ્યુબર અને લોકસેવક નીતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈએ સ્વ. ચંદન રાઠોડના પરિવારને પાકુ મકાન બનાવી આપવાનું પોતાનુ વચન પૂરુ કરવાની દિશામાં કામગીરી શરુ કરી દીધી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 04:14 PM (IST)Updated: Mon, 12 Oct 2026 04:14 PM (IST)
social-service-influencer-nitin-jani-aka-khajurbhai-starts-building-a-new-home-for-gujju-love-gurus-family-in-banaskantha
AI IMAGE

Gujju Love Guru New Home Construction: વાવ થરાદ જિલ્લાના સુઇગામના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવગુરુના પરિવાર માટે આશાનું કિરણ પ્રક્ટ્યું છે. જાણીતા યુટ્યુબર અને લોકસેવક નીતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈએ સ્વ. ચંદન રાઠોડના પરિવારને પાકુ મકાન બનાવી આપવાનું પોતાનુ વચન પૂરુ કરવાની દિશામાં કામગીરી શરુ કરી દીધી છે. સુઈગામ ખાતે નવા મકાનનું નિર્માણકાર્ય શરુ થતાં જ પરિવારજનો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ દૂર દૂરથી લોકો મદદ માટે સુઈગામ ખાતે આવી રહ્યા છે.

ખજૂરભાઈએ પોતાનું આપેલું વચન નિભાવ્યું

ખજૂરભાઈએ કરેલી જાહેરાત પ્રમાણે, ગુજ્જુ લવગુરુના પરિવાર માટે 3 રુમ અને રસોડા ધરાવતું એક પાકુ સુવિધાયુક્ત મકાન બનાવવવામાં આવી રહયું છે. ગુજ્જુ લવગુરુના અચાનક મોતથી પરિવાર પર અણધારી આફત આવી પડી હતી. પરિવારને સુરક્ષિત અને કાયમી આશ્રય મળી રહે તે હેતુથી આ કામગીરી ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. આ સેવાકીય કામગીરીમાં સહભાગી થવા માટે લોકો સ્વયંભૂ સુઈગામ ખાતે પહોંચી રહ્યા છે.

મકાન નિર્માણ માટે લોકો પહોંચ્યા

ગુજ્જુ લવગુરુના પરિવાર માટે ઘર બનાવવાની ખજૂરભાઈની પહેલમાં સહભાગી થવા માટે સમગ્ર રાજ્યમાંથી લોકો આપમેળે સુઈગામ ખાતે પહોંચી રહ્યા છે. ઘરના નિર્માણ કાર્ય માટે સુરેન્દ્રનગરથી ખાસ કરીને ધ્રાંગધ્રા અને રાજસીતાપુરના લોકો સેવાકીય કામમાં પોતાનું યોગદાન આપવા માટે આવી રહ્યા છે. દૂર દૂરથી આવેલા લોકોએ પોતાનું શ્રમદાન કરીને સ્વ ગુજ્જુ લવગુરુ પ્રત્યે પોતાનો પ્રેમ અને સંવેદના વ્યક્ત કરી છે.

ખજૂરભાઈએ મીડિયા સાથે કરી વાતચીત

ખજૂરભાઈએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લોકોએ મને અઢળક પ્રેમ આપ્યો છે. માત્ર ગુજ્જુ લવગુરુ જ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાના જે પણ નિરાધાર લોકો છે. તે તમામનું મકાન તેઓ જાતે બનાવશે, આ સાથે સામાજિક સુરક્ષા અને જાગૃતિના ભાગરુપે ટૂંક સમયમાં યુવાનોને 2 હજાર હેલમેટનું નિ:શુલ્ક વિતરણ કરવાની જાહેરાત કરી હતી. તેમજ ગુજરાતના કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુટ્યુબર્સને શ્રમદાનની ખાસ અપીલ કરી હતી.