Shankar Chaudhary Announcement: વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમમાં વિવિધ જનપ્રતિનિધિઓ, ભાજપ હોદ્દેદારો સહિત મોટી જનમેદની ઉમટી હતી. આ તકે થરાદના ધારાસભ્ય એવા શંકરભાઈ ચૌધરીએ વાવ થરાદનો વિકાસ થાય, યુવાઓનું ભવિષ્ય સુધરે તે માટે મોટી જાહેરાત કરી હતી. શંકરભાઈ ચૌધરી દ્વારા કરાયેલી જાહેરાતથી જિલ્લાના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જનસંવાદ દરમિયાન શંકર ચૌધરીએ શું કહ્યું?
નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમમાં વાવ થરાદવાસીઓને સંબોધતા શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના સર્વાંગી વિકાસ, પીવાના પાણીને લગતી સમસ્યાનું નિવારણ, યુવાનોનું ભવિષ્ય સુધરે, ખેડૂતોના હિતને લઈને મોટી જાહેરાત કરી હતી. શંકરભાઈ ચૌધરીએ જિલ્લાં ભૂગર્ભ જળ અને પાણીની સમસ્યાનો હંમેશ માટે નિવારણ થાય તે માટે ખેડૂત લોકો વધુ ટપક સિંચાઈ અપનાવે, તેને પ્રોત્સાહન મળે તે માટે 80થી 90 ટકા સબસિડી મળે તે અંગે રાજ્યના મુખ્યમંત્રી સામે ખાસ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
યુવાનોના ભવિષ્ય માટે ખાસ આયોજન
શંકરભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, વાવ થરાદના 1 હાજર યુવતીઓૃયુવાનો પોતાનો સ્વતંત્ર ધંધો અને વ્યવસાય શરુ કરી શકે જો તેના માટે આર્થિક સહાયની પણ જરુરિયાત રહેશે. તો તે તમામ ઉદ્યોગ સાહસોને લોનની જવાબદારી પોતે સ્વીકારશે તેવી ગેરંટી આપી હતી. તેની સાથે જ વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રમાં વધુ વિકાસ થાય તે માટે 45 ટકા સુધીની આકર્ષક અને મોટી સબસિડીની જાહેરાત પણ કરી હતી. ઉપરાંત જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવાનો સરકારી પરીક્ષાઓમાં ઉત્તમ પ્રદર્શન કરે તે માટે વાવ થરાદના દરેક તાલુકામાં આધુનિક પુસ્તકાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
જિલ્લામાં ઉત્સાહનો માહોલ
નવા વર્ષે શંકરભાઈ ચૌધરીની નવા એલાનથી જિલ્લાના યુવાનોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉપરાંત આ નવા એલાનથી નવ નિર્મિત એવા વાવ થરાદ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે જેથી જિલ્લાના યુવાનો વધુ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકશે.
