PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 નવેમ્બરથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. જોકે, હાલમાં જ PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પ્રધાનમંત્રી 14 નવેમ્બરના રોજ અંબાજીની મુલાકાતે જવાના હતા. જોકે, અંબાજી મંદિર ખાતે દર્શન અને પૂજાનો વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર
આ પણ વાંચો
વડાપ્રધાન મોદી 14 નવેમ્બર, શનિવારે લાભ પાંચમના દિવસે બનાસકાંઠામાં અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાના હતા. પ્રધાનમંત્રીના આગમનને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હતી. જોકે, અંબાજી મંદિરનો આ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરી દેવાયો છે. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શા માટે રદ્દ કરાયો PM મોદીનો અંબાજી પ્રવાસ?
હાલમાં વેકેશનના કારણે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે પહોંચી રહ્યા છે અને મંદિરમાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે લાભ પાંચમના પવિત્ર દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આથી ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન મોદીની અંબાજી મુલાકાત રદ કરી હોઈ શકે.
વડાપ્રધાન મોદી 13 નવેમ્બરે ગાંધીનગર આવશે?
અંબાજી મંદિરનો પ્રવાસ રદ થયા બાદ નવા કાર્યક્રમ મુજબ પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 13 નવેમ્બર, શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે આશરે 9 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ પ્રધાનમંત્રી સીધા ગાંધીનગર જશે અને ત્યાં જ રાત્રી રોકાણ કરશે.
