Palanpur: બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં વસંત પુરોહિત પ્રમુખ અને બબીબેન ચૌધરીની ઉપપ્રમુખ તરીકે વરણી

ચૂંટાયેલા સભ્યોએ હાથ ઊંચા કરીને વસંતભાઈ પુરોહિતને ટેકો આપતાં તેઓ પ્રમુખ બન્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 24 May 2026 07:40 AM (IST)Updated: Sun, 24 May 2026 07:40 AM (IST)
palanpur-news-vasant-purohit-elected-as-president-of-banaskantha-district-panchayat
HIGHLIGHTS
  • બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ વરણી પ્રક્રિયા

Palanpur: બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત પાલનપુર ખાતે જિલ્લા કલેકટર અને અધ્યાસી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો વસંતભાઈ પુરોહિતને મળતા તેઓ પ્રમુખ પદે વરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીની વરણી કરાઈ હતી.

કલેકટર અને અધ્યાસી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.