Vav Tharad: વાવ-થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક મળી, રત્નીબેન પરમારની પ્રમુખ તરીકે વરણી

પાટણ જિલ્લા કલેકટર અને વાવ - થરાદ અધ્યાસી અધિકારી પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં યોજાયેલી વરણી પ્રક્રિયામાં 30 સભ્યોએ ભાગ લીધો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 24 May 2026 07:30 AM (IST)Updated: Sun, 24 May 2026 07:30 AM (IST)
first-general-meeting-of-vav-tharad-district-panchayat-was-held-ratniben-parmar-elected-as-the-president
HIGHLIGHTS
  • જગદીશ પરમારની ઉપપ્રમુખ તરીકે નિમણૂંક

Vav Tharad: વાવ-થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત ખાતે પાટણ જિલ્લા કલેકટર અને વાવ - થરાદ અધ્યાસી અધિકારી પ્રશાંત જિલોવાનીની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં કુલ 30 સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો રત્નીબેન હરચંદભાઈ પરમારને મળતા તેઓ પ્રમુખ પદે વરાયા હતા.

આમ નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવી છે. આ ઐતિહાસિક પ્રસંગે વાવ-થરાદ જિલ્લાને પ્રથમ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રત્નીબેન હરચંદભાઈ પરમારનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે દિયોદર તાલુકાની સગવાડા બેઠક પરથી ચૂંટાયેલા જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. અધ્યાસી અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા ઉપરાંત નવ નિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.