Palanpur News: વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે ડીસા તાલુકાના મહાદેવિયા ગામ ખાતે સોનેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા વન કવચ પરિસરમાં ગુજરાતનો સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસારનો ‘લો રોપ ઓબ્સ્ટેકલ્સ પાર્ક’ (The Children’s Playground) ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી ખાણ ખનીજ યોજના અંતર્ગત તાલુકા પંચાયત કચેરી, ડીસા દ્વારા નિર્મિત આ એડવેન્ચર પાર્કનું લોકાર્પણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકોમાં સાહસવૃત્તિ, શારીરિક વિકાસ અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ એડવેન્ચર પાર્કને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો હેઠળ સત્તાવાર પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતુ કે, ડીસા તાલુકાના મહાદેવિયા ગામે બાળકો માટે ગુજરાતનો સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતો ‘લો રોપ ઓબ્સ્ટેકલ્સ પાર્ક’ શરૂ થવો ગૌરવની વાત છે. આ પાર્કથી બાળકોમાં સાહસિકતા સાથે શારીરિક વિકાસ અને ફિટનેસને પ્રોત્સાહન મળશે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો મુજબ તૈયાર કરાયેલ આ પાર્ક બાળકોને સુરક્ષિત અને આનંદદાયક સાહસિક અનુભવ પૂરો પાડશે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પંચાયત દ્વારા મહાદેવિયા ગામ ખાતે સોનેશ્વર મહાદેવ મંદિર નજીક, વન કવચ પરિસરમાં બાળકો માટે ગુજરાતનો સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસારનો 'લો રોપ ઓબ્સ્ટેકલ્સ પાર્ક' (The Children's Playground) તૈયાર કરવામાં આવ્યો છે. આ એડવેન્ચર પાર્કને અમેરિકન સ્ટાન્ડર્ડ સંસ્થાના કડક સુરક્ષા માપદંડ ANSI/ACCT 03-2019 (ચેલેન્જ કોર્સીસ એન્ડ કેનોપી/ઝિપ લાઇન ટુર્સ સ્ટાન્ડર્ડ્સ) હેઠળ ડિઝાઇન, પરફોર્મન્સ અને સલામતીની ચકાસણી બાદ સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
