યાત્રાધામ અંબાજીમાં 'અન્ન અને આશરો': અનંત અંબાણીના જન્મદિવસે રિલાયન્સ પરિવાર કરશે કરોડોનું અનુદાન

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોને સુવિધાઓ મળી રહે તે હેતુથી અંબાણી પરિવાર તરફથી યાત્રીનિવાસ માટે 5 કરોડ અને અન્નક્ષેત્ર માટે 5 વર્ષ માટે 27.50 કરોડના અનુદાનની જાહેરાત કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 10 Apr 2026 09:38 AM (IST)Updated: Fri, 10 Apr 2026 09:41 AM (IST)
palanpur-news-anant-ambani-birthday-reliance-donation-ambaji-guest-house-and-charity-kitchen

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોને સુવિધાઓ મળી રહે તે હેતુથી અંબાણી પરિવાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અનંત અંબાણીના 31મા જન્મદિવસ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી અત્યાધુનિક યાત્રીનિવાસ માટે 5 કરોડના દાનની જાહેરાત કરી છે.

અન્નક્ષેત્ર માટે રિલાયન્સ ગ્રુપ દાન કરશે

ઉપરાંત રિલાયન્સ પરિવાર દ્વારા અન્નક્ષેત્ર માટે આાગામી 5 વર્ષ માટે 27.50 કરોડનું દાન કરશે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવા ટ્રસ્ટ દ્વારા યાત્રીનિવાસ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

યાત્રાળુઓની રહેવાની સુવિધામાં વધારો

જોકે, હાલ જૂના વિશ્રામગૃહ અને જગદજનની પથિકાશ્રમને હટાવીને નવા ભવનનું નિર્માણ શરુ કરવામાં આવ્યું છે.અંદાજિત 13 કરોડના ખર્ચે તૈયાર થનારા યાત્રીનિવાસમાં યાત્રાળુઓ ઉચ્ચ ગુણવત્તાવાળા રહેવાની વ્યવસ્થા પૂરી પાડવા માટે પાંસઠ રૂમ અને શયનગૃહ અને પાર્કિંગની સુવિધા હશે. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી 1 લાખથી વધારે ભક્તોને સસ્તા દરે રહેવાની સુવિધા પૂરી પડાશે.

અંબિકા અન્નક્ષેત્રનો વિકાસ કરાશે

અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના જણાવ્યા મુજબ, અંબાજી યાત્રાધામ ખાતે અંબિકા અન્નક્ષેત્રને વધારે મજબૂત બનાવાશે. જય અંબે તિથિ ભોજન યોજના હેઠળ રિલાયન્સ પરિવાર તરફથી આગામી 5 વર્ષ માટે 27. 50 કરોડનું દાન આપવામાં આવશે, જ્યારે અન્નક્ષેત્રમાં હાલ દરરોજ 7થી 8 હજાર શ્રદ્ધાળુઓ નિ:શુલ્ક ભોજન લે છે. આ નવી સહાયથી દર વર્ષે 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓને પ્રસાદનો લાભ મળશે.