Vikram Thakor News: વિક્રમ ઠાકોરની નારાજગી પર ખજૂર ભાઇએ પ્રતિક્રિયા આપી, જુઓ શું કહ્યું

ખજુર ભાઇ એટલે કે નિતીન જાનીએ પણ વિક્રમ ઠાકોરની નારાજગી પર પોતાના પ્રતિક્રિયા આપી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 18 Mar 2025 02:17 PM (IST)Updated: Tue, 18 Mar 2025 02:57 PM (IST)
khajur-bhai-aka-nitin-jani-gave-her-reaction-on-controversy-over-inviting-artists-to-the-assembly-house-see-what-she-said

Vikram Thakor News: ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને નિહાળવા ગુજરાતી લોકસાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં પદ્મશ્રી ભિખુદાનભાઈ ગઢવી, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, રાકેશ બારોટ, ગીતાબેન રબારી, કિંજલ દવે અને ગીતકાર મનુ રબારીને સહિતના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ક્ષત્રિય સમાજના કલાકારોને ન બોલાવતા વિક્રમ ઠાકોર નારાજ થયો હતા.

ખજૂર ભાઇનું નિવેદન

ખજુર ભાઇ એટલે કે નિતીન જાનીએ પણ વિક્રમ ઠાકોરની નારાજગી પર પોતાના પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, હું કલાકારોને એટલું જ કહેવા માંગુ છું કે, એકબીજા હળી મળીને રહો. વિક્રમ ઠાકોર કલાકાર છે, સુપરસ્ટાર છે અને વર્ષોથી કામ કરી રહ્યા છે. હું પોતે પણ કલાકાર છું, માટે મારુ માનવું છે કે, કલાકારો સંપીને રહે, એક બીજાનો ભાવ જાળવી રાખે.

સવાર વિક્રમ ઠાકોરનો અને જવાબ કાજુ અને શેરડીના રસનો

વિક્રમ ઠાકોરના હાલના વિવાદ અંગે પત્રકારોએ વારંવાર પ્રશ્ન પુછતા નિતીન જાની એટલે કે ખજુર ભાઈએ કહ્યું હતું કે હું કાળા તડકાનું તેલ વેંચી રહ્યો છું. તમને પણ ખ્યાલ છે કે મંદી બહુ છે એટલે મને તેલ વેંચવા દો. તેલ વેંચીશ તો મારો ધંધો આગળ વધશે અને ધંધો આગળ વધશે તો હું બે-ચાર ઘર વધુ બનાવીશ. હું કલાકારો માટે કાજુ લાવ્ચો છું. પત્રકારો પણ કહ્યું હતું કે તમે પણ ખાવ કાજુ કારણ કે તમે પણ સવાલ અઘરો કર્યો છે.

આડકતરી રીતે જોઈએ તો નિતીન જાની આ વિવાદમાં પડવા ન માગતા ન હોય તેવું લાગે છે. કારણ કે તે પણ જાણે છે કે વિવાદમાં ફસાયા પછી શું થાય. આમ તેણે પોતાની જાતને વિવાદથી અલગ કરી કાજુ ખાવાની અને શેરડીના રસની વાત કરી હતી.

વિક્રમ ઠાકોરનું નિવેદન

અભિનેતા વિક્રમ ઠાકોરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને પોતાની વ્યથા ઠાલવી છે. કહ્યું કે, હું ભાજપ હોય, કે કોંગ્રેસ દરેક પાર્ટીનું સન્માન કરું છું. સરકારે દરેક સમાજના કલાકારને બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું, તે સારી બાબત છે. મને ન બોલાવ્યો, તેનું મને કોઈ જ દુ:ખ નથી, પરંતુ મારા ઠાકોર અને ક્ષત્રિય સમાજના અનેક એવા સારા કલાકારો છે, જે સંતવાણી કરે છે અને ભજન પણ ગાય છે. ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને બોલાવવા જોઈતા હતા. ઠાકોર સમાજના નેતાઓએ પણ આ બાબતે રજૂઆત કરવી જોઈએ.