Himatnagar News: હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે માર્ગે આવેલ નાપડા ગામની સીમમાં આવેલ એક હોટલ ઉપર મુસાફરોને ચા-પાણી માટે ઉભી રખાયેલ ટ્રાવેલ્સની લકઝરી બસમાં મુસાફરી કરતાં એક રાજકોટના વેપારીની 16 kg ચાંદી 8,41,950 રૂપિયા ભરેલી બેગ ચોરાઈ જતાં ચકચાર મચી હતી. આ અંગે જવેલર્સના માલીકે નોંધાવેલ ફરીયાદના પગલે શામળાજી પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગત મંગળવારે રાજકોટના કે. જે. જવેલર્સના સોના-ચાંદીના વેપારી કૌશિક જગદીશભાઈ ગગલાણી રાજસ્થાનના કોટા ખાતે સોના-ચાંદીના વેપારીને ત્યાંઓર્ડર મુજબના ચાંદીના 16 kg પાયલ લઈ અમદાવાદથી રાજસ્થાનના કોટા ખાતે સેમરીન ટ્રાવેલ્સમાં બેસી જઈ રહ્યા હતા. રાત્રીના સમયે આ લકઝરી બસ નેશનલ હાઈવે માર્ગના નાપડા ગામની સીમમાં આવેલ ક્રિષ્ના ફુડકોર્ટ હોટલ ઉપર મુસાફરોના ચા-પાણી સહિતના વિરા માટે ઉભી રખાઈ હતી. રૂપિયા 8,41,650 રૂપિયાની કિંમતનો ચાંદીનો જથ્થો બેગમાં કપડાની નીચે પ્લાસ્ટિકની થેલીમાં ભરી રાજસ્થાનના કોટા જઈ રહેલા કૌશિક જગદીશભાઈ ગગલાણી પણ આ થેલો બસની સીટ ઉપર મૂકી લઘુશંકા માટે નીચે ઉતર્યા હતા.
આ તકનો લાભ લઈ આવી ચડેલાં આ અજાણ્યા ચોર ઈસમે પલભરમાં આ ચાંદી ભરેલો થેલો ઉઠાવી લઈ ભાગી ગયા હતા. જેમાં ચાંદીના પાયલ 16 kg 661 ગ્રામ જેની કુલ કિંમત 8,41,650 રૂપિયા તથા કપડા સાથેની બેગની ઉઠાંતરી કરાઈ હતી. આ ચાંદીની ચોરી અંગે રાજકોટના કે. જે. જવેલર્સના માલીક કૌશિક જગદીશભાઈ ગગલાણીની ફરીયાદને પગલે શામળાજી પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
