Gujarat Rain: સવારે 6થી 10 વાગ્યા સુધી રાજ્યના 178 તાલુકામાં મેઘમહેર, જાણો સૌથી વધુ ક્યાં થયો વરસાદ

છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત સવારે 6થી 10 વાગ્યા સુધી 178 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 07 Sep 2025 11:40 AM (IST)Updated: Sun 07 Sep 2025 11:40 AM (IST)
gujarat-rain-heavy-rain-in-178-talukas-of-the-state-from-6-am-to-10-am-know-where-the-most-rain-fell-598849
HIGHLIGHTS
  • ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે.
  • સવારે 6થી 10 વાગ્યા સુધી 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

Gujarat Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત સવારે 6થી 10 વાગ્યા સુધી 178 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સવારે 6થી 10 વાગ્યા સુધી 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

સવારે 06થી 10 કલાક દરમિયાન થયેલા વરસાદના આંકડા

• સુઈગામ: 2.83 ઇંચ
• દેહગામ: 2.44 ઇંચ
• પડધરી: 2.36 ઇંચ
• ઉમરગામ: 2.09 ઇંચ
• વાવ: 1.97 ઇંચ
• દેઓદર: 1.97 ઇંચ
• ડોલવણ: 1.89 ઇંચ
• ટંકારા: 1.85 ઇંચ
• કુકરમુંડા: 1.81 ઇંચ
• પ્રાંતિજ: 1.69 ઇંચ