મુસાફરો માટે સારા સમાચાર! GSRTC દ્વારા ડીસા-સુરત નવી વોલ્વો બસ સેવા શરૂ, જાણો સમય અને ભાડું

બનાસકાંઠાના ડીસાથી સુરત સુધી લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક મોટા અને સારા સમાચાર આપવામાં આવ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 22 May 2026 01:08 PM (IST)Updated: Fri, 22 May 2026 01:08 PM (IST)
gsrtc-deesa-surat-volvo-bus-timetable-fare

Deesa-Surat GSRTC Volvo Bus: બનાસકાંઠાના ડીસાથી સુરત સુધી લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક મોટા અને સારા સમાચાર આપવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વધારવા માટે GSRTC દ્વારા ડીસાથી સુરત (Deesa to Surat) નવી હાઈટેક AC વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી વોલ્વો બસને કારણે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક અને સુરક્ષિત બનશે.

રૂટ અને સ્ટોપેજ અંગેની માહિતી :

આ નવી એસી વોલ્વો બસ ઉત્તર ગુજરાતના મુખ્ય શહેરોથી લઈને સુરત સુધીની સફર કરશે. આ બસ ડીસા, પાલનપુર, સિદ્ધપુર બાયપાસ, ઊંઝા, મહેસાણા, મોઢેરા, રાણીપ, અમદાવાદ, CTM, વડોદરા, અંકલેશ્વર GIDC થઈને સુરત પહોંચશે.

સુવિધાઓ અને સેફ્ટી ફીચર્સ:

  • આધુનિક સુવિધાઓ: આ બસ 47 મુસાફરોની સીટિંગ કેપેસિટી ધરાવે છે. જેમાં આરામદાયક મુસાફરી માટે 2x2 લેધર પુશબેક સીટ્સ (Leather pushback seats), મોબાઈલ ચાર્જિંગની સુવિધા અને મનોરંજન માટે LED ટેલિવિઝન સ્ક્રીન આપવામાં આવી છે.
  • સેફ્ટી ફીચર્સ: મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસમાં CCTV કેમેરા, ફાયર સેફ્ટી સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એક્ઝોસ્ટ ફેનવાળા હેચ અને ઈમરજન્સી એક્ઝિટ ડોર જેવી અત્યાધુનિક સિસ્ટમ લગાવવામાં આવી છે.

ટાઈમટેબલ:

વિગત / સુવિધા સમય / માહિતી
ડીસાથી ઉપડવાનો સમય બપોરે 12:30 કલાકે (દૈનિક)
સુરતથી પરત ફરવાનો સમય સવારે 06:00 કલાકે (દૈનિક)
મુખ્ય રૂટો (Stoppages) પાલનપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર
બસની મુખ્ય સુવિધાઓ 2x2 લેધર પુશબેક સીટ
CCTV કેમેરા
મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ
LED TV