Ahmedabad-Somnath GSRTC AC Volvo Bus, Shravan Month 2026: પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ ભક્તિમય વાતાવરણમાં હજારો શિવભક્તો સોમનાથ પહોંચે છે. મુસાફરોની આરામદાયક યાત્રા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદથી સોમનાથ માટે દરરોજ 3 એસી વોલ્વો (VOLVO) બસ સેવાઓ કાર્યરત છે.
જો તમે પણ આ શ્રાવણ મહિનામાં અમદાવાદથી સોમનાથ સુધીનો પ્રવાસ વોલ્વો બસમાં કરવાનું આયોજન કરી રહ્યા છો, તો બસના સમય, બોર્ડિંગ પોઈન્ટ્સ અને મુસાફરીના કલાકોની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.
અમદાવાદથી સોમનાથ GSRTC વોલ્વો બસનું સંપૂર્ણ સમયપત્રક
વહેલી સવારે 5:45ની વોલ્વો બસ, બપોરે 3:31 વાગ્યે સોમનાથ પહોંચાડશે
અમદાવાદથી સોમનાથ જવા માટે દિવસની પ્રથમ વોલ્વો બસ વહેલી સવારે ઉપડે છે. આ બસ બપોર સુધીમાં મુસાફરોને સોમનાથ પહોંચાડે છે.
- બસનો પ્રકાર: VOLVO AC Pushback Seater (2 + 2)
- અમદાવાદથી ઉપડવાનો સમય: સવારે 05:45 કલાકે
- સોમનાથ પહોંચવાનો સમય: બપોરે 03:31 કલાકે
- કુલ મુસાફરીનો સમય: 09 કલાક 46 મિનિટ
બોર્ડિંગ પોઈન્ટ્સ અને સમય
- સવારે 05:45 - ગીતામંદિર બસ પોર્ટ
- સવારે 05:50 - અમદાવાદ પાલડી
- સવારે 06:00 - અમદાવાદ નેહરુનગર
- સવારે 06:05 - અમદાવાદ ઇસ્કોન
સવારે 7:30ની વોલ્વો બસથી સોમનાથ જવાનો બીજો વિકલ્પ, સાંજે 5:30 વાગ્યે પહોંચશો
જે મુસાફરો થોડા મોડા નીકળવાનું પસંદ કરે છે, તેમના માટે સવારે 07:30 વાગ્યાની બસ એક સારો વિકલ્પ છે.
- બસનો પ્રકાર: VOLVO AC Pushback Seater (2 + 2)
- અમદાવાદથી ઉપડવાનો સમય: સવારે 07:30 કલાકે
- સોમનાથ પહોંચવાનો સમય: સાંજે 05:30 કલાકે
- કુલ મુસાફરીનો સમય: 10 કલાક
બોર્ડિંગ પોઈન્ટ્સ અને સમય
- સવારે 07:30 - ગીતામંદિર બસ પોર્ટ
- સવારે 07:35 - અમદાવાદ પાલડી
- સવારે 07:45 - અમદાવાદ નેહરુનગર
- સવારે 07:55 - અમદાવાદ ઇસ્કોન
રાત્રે 7:30ની વોલ્વો બસ, વહેલી સવારે 5:05 વાગ્યે સોમનાથ પહોંચાડશે
જે મુસાફરો રાત્રિ મુસાફરી કરીને વહેલી સવારે સોમનાથ પહોંચીને દર્શન કરવા ઈચ્છે છે, તેમના માટે આ બસ સેવા શ્રેષ્ઠ છે. આ બસ પૂર્વ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારથી શરૂ થાય છે.
- બસનો પ્રકાર: VOLVO AC Pushback Seater (2 + 2)
- અમદાવાદથી ઉપડવાનો સમય: રાત્રે 07:30 કલાકે
- સોમનાથ પહોંચવાનો સમય: 05:05 (બીજા દિવસે સવારે)
- કુલ મુસાફરીનો સમય: 09 કલાક 35 મિનિટ
બોર્ડિંગ પોઈન્ટ્સ અને સમય
- રાત્રે 07:30 - અમદાવાદ કૃષ્ણનગર સ્ટેન્ડ
- રાત્રે 07:40 - બાપુનગર
- રાત્રે 08:15 - ગીતામંદિર બસ પોર્ટ
- રાત્રે 08:20 - અમદાવાદ પાલડી
- રાત્રે 08:30 - અમદાવાદ નેહરુનગર
- રાત્રે 09:00 - અમદાવાદ ઇસ્કોન
નોંધ: ટ્રાફિક અને અન્ય કારણોસર મુસાફરીના સમયમાં ફેરફાર થઈ શકે છે. મુસાફરી કરતા પહેલા GSRTC ની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી સમય અને ટિકિટ ઉપલબ્ધતા કન્ફર્મ કરી લેવી ફાયદાકારક છે.
