ડીસાના નવાગામમાં રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે લાઇબ્રેરી અને શાળાના નવા ઓરડાનું લોકાર્પણ

બનાસકાંઠાના ડીસા તાલુકાના નવાગામ ખાતે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરી અને નવીન ધરમપુરા પ્રાથમિક શાળાના બે નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 22 Nov 2026 03:43 PM (IST)Updated: Sun, 22 Nov 2026 03:43 PM (IST)
deesa-navagam-minister-pravinbhai-mali-inaugurates-swami-vivekananda-library-and-school-rooms

Banaskantha News: ડીસા તાલુકાના નવાગામ ખાતે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસલક્ષી અને લોકહિતલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા વન કવચની મુલાકાત લઈ સ્થાનિક સ્તરે થઈ રહેલી વિકાસલક્ષી પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી.

રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરી, નવીન ધરમપુરા પ્રાથમિક શાળાના બે નવા ઓરડા નું લોકાર્પણ કરી ગ્રામજનોને સમર્પિત કરવામાં આવ્યાં હતાં. આ સુવિધાઓથી ગામમાં શૈક્ષણિક માળખાને વધુ મજબૂતી મળશે તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વાંચન તથા અન્ય પાયાની સુવિધાઓનો લાભ મળશે.

લોકાર્પણ કાર્યક્રમ બાદ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કરી તેમની રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. મંત્રી પ્રવીણ માળી દ્વારા ગામડાંઓમાં પાયાની સુવિધાઓનું વિસ્તરણ, શિક્ષણનો વિકાસ અને પર્યાવરણનું સંરક્ષણ એ સર્વાંગી ગ્રામ્ય વિકાસના મજબૂત પાયા હોવાનું જણાવ્યું હતું. ગામના વિકાસમાં લોકભાગીદારી અને સામૂહિક પ્રયાસો દ્વારા ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર બનાવવાની દિશામાં આવા વિકાસકાર્યો મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહજી ડાભી, સંગઠનના આગેવાન કીર્તિસિંહ વાઘેલા, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.