Banaskantha Crime News: બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જૂની અદાવતમાં એક ચુવક પર ઘાતકી હુમલો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંગત કારણોસર 10થી વધુ શખ્સોએ ઘરમાં ઘૂસી જઈ યુવક પર ધોકા અને છરીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતોચ આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જે મામલે 10 શકખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મજૂર ચુવક પર જીવલેણ હુમલો
મળતી વિગત પ્રમાણે, દિયોદર ખાતે પોલીસ ગ્રાઉન્ડ પાછળ રહેતા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા વિજય ઠાકોરએ દિયોદર પોલીસ મથક ખાતે ફરિચાદ દાખલ કરી છે. આ ફરિચાદ પ્રમાણે, યુવકને બે દિવસ પહેલા કોઈ બાબતે વિક્રમજી ઠાકોર નામના યુવક સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને વિજયજી ઠાકોર પર વિક્રમજ ઠાકોર સહિત 10 જેટલા શખ્સોએ ઘાતકી હથિયારો વડે હુમલો કરી દીધો હતો. ઘરમાં ઘૂસીને દસેક જેટલા શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને બચાવવા માટે પરિવારના સભ્યો વચ્ચે પડ્યા હતા.
યુવકના ઘરમાં તોડફોડ
આરોપીઓએ આટલેથી ન અટકતાં યુવકના ઘરમાં ઘૂસી જઈને ટીવી, દરવાજા સહિતની ઘરવખરીની તોડફોડ કરી હતી. ઉપરાંત બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ગંભીર રીતે ઈજાઓ થતાં યુવકને તાત્કાલિક અસરથી દિયોદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જે બાદ વધુ સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે સારવાર હેતુથી ખસેડ્યો હતો.
10 શખ્સો સામે ફરિયાદ
છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા યુવક પર થયેલા જીવલેણ હુમલાથી વિસ્તારમાં ફફડાટનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.એક આરોપીએ યુવકના માથાના ભાગે છરીનો વાર કર્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે. હાલ સમગ્ર મામલે યુવકે દિયોદર પોલીસ ખાતે જઈને વિક્રમજી ઠાકોર સહિત 10 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
