Bhadravi Poonam Maha Mela 2025: ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુ મા અંબાના મંદિરમાં શિશ ઝુકાવી દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના સિધ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે.
જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે, અમે સિદ્ધપુરથી 42 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ. 400થી 500 જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ મા અંબાના દર્શને આવે છે. બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારો સંઘ કોઈપણ પ્રકારની તકલીફ વિના મા અંબાના નિજધામમાં આજે પહોંચી ગયો છે. આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પણ જેથી અમને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી.