Banaskantha: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 'સ્વદેશી જાગરણ મંચ' ગુજરાત પ્રાંતના બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Jun 2024 07:14 PM (IST)Updated: Wed, 12 Jun 2024 07:14 PM (IST)
banaskantha-news-swadeshi-jagran-manch-gujarat-province-at-dantiwada-agricultural-university

Banaskantha: સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રાંત દ્વારા સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય, દાંતીવાડા, બનાસકાંઠા ખાતે બે દિવસીય ગુજરાત પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા. 8-9 જૂન 2024ના કરવામાં આવ્યું હતું.

કાશ્મીરી લાલ, રાષ્ટ્રીય સંઘટક સ્વદેશી જાગરણ મંચ મુખ્ય વક્તા અને મનોહરલાલ અગ્રવાલ, ગુજરાત પ્રદેશ સંઘટકના માર્ગદર્શનમાં યોજાયેલ વર્ગમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાંથી 221થી વધુ સમર્પિત સભ્યોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. સરદાર કૃષનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર.એમ. ચૌહાણ ની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક વર્ગ પૂર્ણ થયો.

naidunia_image

પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગનો પ્રાથમિક ઉદ્દેશ્ય યુવાનોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરવાનો હતો અને તેમને નોકરી શોધનારાઓને બદલે નોકરી આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. 'વોકલ ફોર લોકલ' અને 'મેક ઈન ઈન્ડિયા'ના આદર્શો પર ભાર મૂકતા સહભાગીઓને તેમના સંબંધિત જિલ્લામાં યુવાનોને સ્વાવલંબી બનાવવા સારું સશક્તિકરણ કરવાનો હતો.

બે દિવસ દરમિયાન પ્રશિક્ષર્થીઓને સ્વદેશી ચળવળ અને તેના ઉદ્દેશ્યો, કૃષિ-પર્યટન,પ્રચાર પ્રસાર દ્વારા સંસાધન એકત્રીકરણ, ઈ-કોમર્સ રિટેલ બજાર સુરક્ષા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી મુખ્ય સરકારી યોજનાઓ સહિત વિવિધ વિષયો પર પ્રબુદ્ધ કરવામાં આવ્યા હતા.

પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગનું સમાપન સહભાગીઓ માટે આત્મનિર્ભરતાના સિદ્ધાંતો અને સંબંધિત પહેલોને લોકોમાં પ્રસારિત કરવાના આહવાન સાથે પૂર્ણ થયું હતું, જેનાથી પાયાના સ્તરે આર્થિક સશક્તિકરણને પ્રોત્સહન મળે.