Banaskantha: દાંતાના અડેરણ ગામમાં ઝાડ પરથી રામની ધજા હટાવવા મામલે માથાકૂટ, પોલીસના ધાડેધાડા ઉતર્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Jan 2024 10:30 PM (IST)Updated: Fri, 26 Jan 2024 10:31 PM (IST)
banaskantha-news-police-security-deployed-in-aderan-village-of-danta-taluka

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ ગામમાં ઝાડ પરથી રામની ધજા હટાવવા મુદ્દે બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે તંગદીલી સર્જાતા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
દાંતા તાલુકાના અડેરણ ગામમાં અજયપાલ દાદાના મંદિર નજીક આવેલા એક લીમડાના ઝાડ પર ભગવાન રામની ધજા લગાવવામાં આવી હતી. બે દિવસ પહેલા કેટલાક લોકોએ લીમડાના ઝાડ પરથી રામની ધજા હટાવી લેવા બાબતે ધમકી આપી હતી. જે મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી.

આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસના ધાડેધાડા ગામમાં આવી પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે દાંતા પોલીસે 18 લોલો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. આ સાથે જ ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.