ડીસામાં સાકાર થશે દેશની સૌપ્રથમ 'નાઇટ સફારી ઝૂ': રુ. 542 કરોડના ખર્ચે બનશે વિશ્વકક્ષાનો ડેઝર્ટ થીમ પાર્ક

બનાસકાંઠાના ડીસામાં રૂ. 542 કરોડના ખર્ચે દેશનું પ્રથમ 'નાઇટ સફારી ઝૂ' અને વિશ્વકક્ષાનો ડેઝર્ટ થીમ પાર્ક સાકાર થશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 13 Aug 2026 10:01 AM (IST)Updated: Thu, 13 Aug 2026 10:01 AM (IST)
banaskantha-news-deesa-night-safari-zoo-gujarat-desert-theme-park

Deesa Desert Theme Park: બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસામાં આવેલા એશિયાના સૌપ્રથમ ડેઝર્ટ થીમ પર આધારિત ઝૂઓલોજિકલ પાર્કમાં વિશ્વ કક્ષાની ડ્રાઈવ થ્રુ નાઇટ સફારીની ભવ્ય શરુઆત થવા જઈ રહી છે. આ નાઈટ સફારીમાં સહેલાણીઓ રાતના અંધકારમાં સિંહ, દીપડા જેવા પ્રાણીઓને ખૂબ જ નજીકથી નિહાળવાનો રોમાંચક અનુભવ માણી શકશે. આ માટે વિશેષ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

આ ડ્રીમ પ્રોજેક્ટ માટે ગુજરાત વન વિભાગના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. રુ.542.14 કરોડના ખર્ચે બનનારુ ઝૂ આશરે 103 હેક્ટરમાં વિકાસ પામશે. તેમજ આ ઝૂ થાઈલેન્ડ, સિંગાપોર, ચીન અને ઇન્ડોનેશિયા પછી વિશ્વનું પાંચમુ અને ભારતું પ્રથમ નાઇટ સફારી ઝૂ બનશે.

ડીસા એરપોર્ટ પરથી 12 કિમી દૂર

ભારત સરકાર દ્વારા તાજેતરમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ ડીસા એરફોર્સ સ્ટેશનને સિવિલિયન મિલિટરી એરપોર્ટમાં બદલવાની સત્તાવાર મંજૂરી આપી દેવાઇ છે, આ એરપોર્ટ પર ગુજરાતનો સૌથી લાંબો 3.3 કિલોમીટરનો રનવે સ્થિત છે. આ નાઈટ સફારી એરપોર્ટથી માત્ર 12 કિમીના નજીવા અંતરે હોવાથી દેશ-વિદેશના સહેલાણીઓને સીધી ફ્લાઇટ કનેક્ટિવીટી મળશે. તેમજ તેઓ નાઈટ સફારીનો આનંદ મેળવી શકશે.

રણ વચ્ચે વર્ષાવન જેવો અનુભવ

આ પાર્ક ભલે રણની થીમ પર આધારિત હોય પરંતુ તેની વચ્ચે એક વિશેષ રેઇન ફોરેસ્ટ બાયોમ ઊભું કરવાનું વિશેષ આયોજન છે. આ રેઇન ફોરેસ્ટ બાયોમનો મહત્વનો ઉદ્દેશ્ય નાઇટ સફારીમાં ફરવા આવેલા સહેલાણીઓને રણની સૂકાી રેતી અને ગરમીથી તદ્દન વિપરીત, એક હરિયાળા અને ભેજવાળા ગાઢ જંગલનો રોમાંચક અનુભવ આપવાનો છે. આ વિશેષ પાર્કમાં વર્ષાવનના ખાસ પશુ અને પક્ષીઓ રાખવામાં આવશે.

બંજર જમીન પર ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ

આ જમીન પહેલા બંજર અને ગૌચર હતી. હવે આ વન વિભાગના વિશેષ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં ફૂલ અને ફળ યુક્ત 16 હજાર વૃક્ષોનું સફળતાપૂર્વક ઉછેર કરવામાં આવ્યો છે. આ સિવાય અહીં સોલર એનર્જી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રીન બફર ઝોન જેવી ગ્રીન ટેક્નોલોજીનો ખાસ ઉપયોગ કરાશે