બનાસકાંઠામાં ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ! ઘી, તેલ અને શ્રીખંડના ફેલ નમૂનાઓના 4 કેસમાં રૂ. 11 લાખનો દંડ

બનાસકાંઠામાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નાપાસ થયા. 4 કેસમાં કોર્ટ દ્વારા કુલ રૂ. 11 લાખનો દંડ ફટકારાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 24 Nov 2026 08:20 AM (IST)Updated: Tue, 24 Nov 2026 08:20 AM (IST)
banaskantha-food-safety-ghee-oil-shrikhand-failed-samples-11-lakh-fine

Banaskantha Food Safety: બનાસકાંઠા જિલ્લામાં જાહેર જનતાના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાને રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

આ નમૂનાઓને પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવતા તપાસ દરમિયાન નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ નાપાસ જાહેર થયા હતા. આ ફેલ થયેલા નમૂનાઓના સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના એડજ્યુડિકેટિંગ ઓફિસર તથા નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ ચાર કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસોની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા જવાબદારો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને ચારેય કેસમાં કુલ રૂ. 11,00,000/- (અંકે રૂપિયા અગિયાર લાખ)નો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર જનતાને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી તપાસ અને કાયદેસરની કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત્ રાખવામાં આવશે.

અ.નં કેસ નં. / ફૂડ સેફ્ટી ઓફિસર નમુનાનુ નામ નમુના નાપાસ થવાના કારણો / અન્ય વિગતો પેઢીનુ નામ / સરનામા કરેલ દંડ રૂ
1
41/2025


એલ.એન.ફોફ
ટેલિફોન મસ્ટર્ડ ઓઈલ (500 મિ.લિ. પેક) રાયડા તેલના નિયત ધોરણો મુજબ ન હોવાથી
(1) શ્રી વિપુલકુમાર જયંતિલાલ મહેસુરિયા


(2) શ્રી દિલીપકુમાર જયંતિલાલ મહેસુરિયા


મે. અમર ઇન્ડસ્ટ્રીઝ, પ્લોટ નં. 45, શ્રી રામ સિનેમા, જી.આઈ.ડી.સી., મુ.પો.તા. ડિસા, જી.બ.કાં.
5,00,000/-
2
36/2025


એમ.એલ.ગુર્જર
સુખ પ્રીમિયમ કાઉ ઘી (500 મિ.લિ. પેક જાર) વનસ્પતિ ઓઈલની હાજરી અને ઘી ના ધોરણો મુજબ ન હોવાથી
(1) શ્રી વિશાલભાઈ મહેશભાઈ મોદી


મે. શ્યામ ડેરી, પ્લોટ નં. 3, જૈન દેરાસર પાછળ, જગાણા, તા. પાલનપુર
2,50,000/-
3
34/2025


એમ.એલ.ગુર્જર
ઘી (લૂઝ) વનસ્પતિ ઓઈલની હાજરી અને ઘી ના ધોરણો મુજબ ન હોવાથી
(1) શ્રી વિશાલભાઈ મહેશભાઈ મોદી


મે. શ્યામ ડેરી, પ્લોટ નં. 3, જૈન દેરાસર પાછળ, જગાણા, તા. પાલનપુર
2,50,000/-
4
18/2025


એલ.એન.ફોફ
રાજભોગ શ્રીખંડ (લૂઝ) સિન્થેટીક કલરની હાજરી હોવાને લીધે
(1) શ્રી ઘનશ્યામભાઈ કસ્તુરપુરી ગૌસ્વામી


મે. શ્રી ચારભુજા આઈસક્રીમ, ન્યુ કાત્યાની માર્કેટ, મુ.તા. દાંતા, જી.બ.કાં.
1,00,000/-

naidunia_image