Ambaji Temple Donation Theft: અંબાજી મંદિરના ભંડારામાં ચોરી, કરાર આધારિત કર્મી 500ના દરની નોટોનું બંડલ ચોરતા CCTVમાં કેદ

આ ઘટના મે મહિનાના પ્રથમ સપ્તાહની છે. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ચિરાગ ઠાકોર બાથરૂમ જવાના બહાને બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેના ખિસ્સામાંથી નોટોનું બંડલ સરકી જતાં પકડાઈ ગયો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Jul 2026 06:54 PM (IST)Updated: Sun, 12 Jul 2026 06:54 PM (IST)
banaskantha-news-ambaji-temple-donation-theft-contract-employee-caught-on-cctv
HIGHLIGHTS
  • આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, હાલ તેઓ જામીન પર મુક્ત

Ambaji Temple Donation Theft: અયોધ્યા સ્થિત શ્રીરામ મંદિરમાં દાન ચોરીના મુદ્દે હાલ સમગ્ર દેશમાં ઉહાપોહ મચી રહ્યો છે, ત્યારે આવી જ વધુ એક ઘટના ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાંથી સામે આવી છે. જેમાં અંબાજી મંદિરના ભંડારામાંથી એક કર્મચારીએ દાનમાં મળેલા રૂપિયાનું બંડલ ચોર્યું હતુ. આ ઘટના બે મહિના પહેલાથી છે, પરંતુ હવે તેના CCTV ફૂટેજ વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

રકમની ગણતરી વખતે નોટોનું બંડલ સિફ્ટપૂર્વક નાઈટીમાં સરકાવ્યું

CCTVમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, 8 થી 10 લોકો મંદિરના ભંડારામાં આવેલી દાનની રકમની ગણતરી કરી રહ્યા છે. આ સમયે એક યુવક અન્ય કર્મચારીઓથી અલગ બેઠેલો છે. જે નોટોની ગણતરી કરતી વખતે બંડલને રબર બેન્ડ મારીને સિફ્તપૂર્વક પોતાના પગ નીચે સંતાડી રહ્યો છે. જે બાદ કોઈ જુએ નહીં, તે રીતે નોટોનું બંડલ પોતાની નાઈટીના ખિસ્સામાં મૂકીને લઈ જાય છે.

Surat: ઉધનામાં ફ્લિપકાર્ટના ડિલિવરી બૉયની ઘાતકી હત્યા, 6 મહિનામાં પિતા-પુત્ર ગુમાવનાર પરિવારના માથે આભ ફાટ્યું; બહેનોની ન્યાયની માગ

પ્રાથમિક તપાસમાં આ ઘટના બે મહિના જૂની એટલે કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં બની હોવાનું સામે આવ્યું છે. જેમાં નોટોનું બંડલ ચોરનાર યુવકની ઓળખ કરાર આધારિત કર્મચારી ચિરાગ ઠાકોર તરીકે થઈ છે. ચિરાગ બાથરૂમ જવાના બહાને બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેના ખિસ્સામાંથી નોટોનું બંડલ સરકી ગયું હતુ. જે બાદ ત્યાં ઉપસ્થિત અન્ય કર્મચારીઓએ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.

500ના દરની 208 ચલણી નોટો કબજે કરીને 3 આરોપીઓને જેલમાં પૂર્યા

આ મામલે મંદિરના અધિક કલેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ચિરાગ ઠાકોરની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેણે અન્ય બે આરોપી વિવેક શર્મા અને નિકુંજ પટેલના નામ આપ્યા હતા. જે બાદ પોલીસે આરોપીઓ પાસેથી ચોરેલી 500 રૂપિયાની 208 નોટો (રૂ. 1,04,000) રિકવર કરીને તમામના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તમામ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેમને જેલમાં પુરવામાં આવ્યા હતા, પરંતુ હાલ તેઓ જામીન પર બહાર હોવાનું માલૂમ પડ્યું છે.