અંબાજી ધામમાં ભક્તિનો મહાસાગર! આસો આઠમના પાવન દિવસે વહેલી સવારની મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ

આસો નવરાત્રિની આઠમે શક્તિપીઠ અંબાજી મંદિરે વહેલી સવારે માઈભક્તોનું માનવમેહરામણ ઉમટી પડ્યું. મંગળા આરતીમાં દર્શન કરવા ભક્તોની લાંબી લાઈનો લાગી, ભીડ નિયંત્રણ માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 18 Oct 2026 11:01 AM (IST)Updated: Sun, 18 Oct 2026 11:01 AM (IST)
ambaji-temple-aso-navratri-aatham-mangla-aarti

Navratri 2026: આજે આસો નવરાત્રિના પાવન પર્વ દરમિયાન પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ધામે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. મહાનવરાત્રિના આઠમા નોરતે મા અંબાજીના દર્શન કરવા માટે વહેલી સવારે મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી મંદિરે પહોંચ્યા છે.

સવારની મંગળા આરતીમાં ભક્તોનો ઉત્સાહ

આસો નવરાત્રિની આઠમ હોવાથી આજે વહેલી સવારે અંબાજી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારે યોજાયેલી મંગળા આરતીમાં ભાગ લેવા અને જગતજનની મા અંબાના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેના કારણે સમગ્ર મંદિર પરિસર જય અંબેના ગગનભેદી નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

નવરાત્રિ દરમિયાન વિશેષ બે મંગળા આરતીનું આયોજન

અંબાજી મંદિરમાં નવરાત્રિના વિશેષ પર્વ નિમિત્તે દર્શનાર્થીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આસો નવરાત્રિના બીજા નોરતાથી લઈને આઠમ સુધી દરરોજ સવારે બે મંગળા આરતી યોજવામાં આવ છે, આઠમના પાવન દિવસે દર્શનાર્થીઓ સરળતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે ખાસ આયોજન કર્યું છે.