Ambaji Bhadravi Poonam Mela 2026: બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું છે. 20 સપ્ટેમ્બર 2026 થી શરૂ થયેલા આ મહામેળામાં 22 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજ સુધીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લહાવો લીધો છે.
યાત્રિકો અને વાહનોની આવક
આ પણ વાંચો
કુલ યાત્રિકો (અંદાજિત): છેલ્લા ત્રણ દિવસમાં (20 થી 22 સપ્ટેમ્બર) કુલ 15,85,383 અંદાજિત શ્રદ્ધાળુઓએ અંબાજીની મુલાકાત લીધી છે, જેમાં એકલા 22 સપ્ટેમ્બરના દિવસે જ 7,21,906 શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
ઉડનખટોલા (રોપ-વે): ઉડનખટોલા દ્વારા દર્શને જનાર યાત્રિકોની કુલ સંખ્યા 20,061 નોંધાઈ છે.
બસ મુસાફરી: એસ.ટી. કે અન્ય બસો દ્વારા મુસાફરી કરીને આવેલા યાત્રિકોની કુલ સંખ્યા 1,54,072 રહી છે અને બસોની કુલ ટ્રીપ 3,500 થઈ છે.
ભોજન પ્રસાદ અને ધજા રોહણ: ત્રણ દિવસ દરમિયાન કુલ 1,515 ધજા રોહણ થયા છે જ્યારે 1,95,720 જેટલા પદયાત્રીઓ/સંઘોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે.
પ્રસાદ વિતરણ
મોહનથાળ પ્રસાદ પેકેટ: દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદના કુલ 13,09,066 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ચીકી પ્રસાદ પેકેટ: ચીકી પ્રસાદના કુલ 15,909 પેકેટનું વિતરણ કરાયું છે.
ભંડાર, દાન અને અન્ય સુવિધાઓ
ભંડાર, ગાદી, ભેટ કાઉન્ટર અને સાહિત્ય કેન્દ્રની આવક: આ તમામ માધ્યમો દ્વારા કુલ 84,86,858 રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે.
આરોગ્ય સેવાઓ: મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સ્વાસ્થ્ય જાળવણી માટે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 86,810 દર્દીઓને સમયસર સારવાર આપવામાં આવી છે.
બાળ સુરક્ષા: મેળા દરમિયાન ભીડમાં છૂટા પડેલા બાળકોની સુરક્ષા માટે કુલ 61,075 બાળકો સંબંધિત બાળ સુરક્ષા કામગીરી નોંધાઈ છે.
આ મહામેળો પ્રશાસન, સુરક્ષા અને સ્વયંસેવકોના સહયોગથી ખૂબ જ સુચારૂ રૂપે આગળ વધી રહ્યો છે અને લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે.
