Ambaji Bhadarvi Poonam Melo 2024, અંબાજી ભાદરવી પૂનમનો મેળો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યાં છે. યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. મેળાના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. જેમાં રોશનીથી ઝગમગતા શક્તિપીઠનું દૃશ્ય સુંદર લાગી રહ્યું છે.
મેળામાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ચાર દિવસમાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. 31 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ઉડન ખોટલાની સેવા લીધી છે. 1800થી વધુ ધજા રોહણ કરાયું છે. 2 લાખ જેટલા યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે. 11 લાખથી વધુ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. 20 હજારથી વધુ ચીકી પ્રસાદનું વિતરણ કરાયું છે. 16.080 ગ્રામ સોનાની આવક થઇ છે.
42 જેટલાં બાળકોનું પુનઃમિલન કરાયું
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળોમાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા/ગુમ થયેલા 42 જેટલાં બાળકોનું પુનઃમિલન કરાયું છે. અંબાજી મેળામાં આજ દિન સુધી દ્વારા ૫૦૦૦ થી પણ વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા છે. અંદાજિત 300થી પણ વધુ બાળકોએ ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ફીડિંગરૂમ/ ઘોડિયાઘરનો લાભ લીધો છે.
40 લાખ લીટર પાણી આપવાની વ્યવસ્થા
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં રોજ 40 લાખ લીટર પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે. પીવા તેમજ વપરાશના પાણીની પુરતી વ્યવસ્થાઓને માઇભક્તોએ વખાણી છે.
ચાર વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા
ગુજરાત સરકાર દ્વારા અંબાજી આવતા પદયાત્રીઓ માટે અદ્યતન સુવિધાઓયુક્ત વિસામાનું આયોજન કરાયું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 1200 યાત્રિકો વિસામો કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા છે.
