અંબાજી ભાદરવી પૂનમનો મેળોઃ ચાર દિવસમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા, 11 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 15 Sep 2024 07:09 PM (IST)Updated: Sun 15 Sep 2024 07:09 PM (IST)
ambaji-bhadarvi-poonam-2024-over-16-lakh-devotees-visited-and-distribution-of-more-than-11-lakhs-of-mohanthal-prasad-396871

Ambaji Bhadarvi Poonam Melo 2024: અંબાજી ભાદરવી પૂનમના મેળોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. જેમ જેમ મેળાના દિવસો આગળ વધી રહ્યાં છે તેમ-તેમ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 12થી 15 સપ્ટેમ્બર સુધીના ચાર દિવસમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. જેના કારણે 11 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે મેળાના ચોથા દિવસે 6 લાખથી વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
12થી 15 સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસમાં અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 16,36,807 માઇભક્તોએ દર્શન કર્યા છે. જેમાં 12 સપ્ટેમ્બરે 1,93,220, 13 સપ્ટેમ્બરે 3,05,724, 14 સપ્ટેમ્બરે 4,89,318 અને 15 સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 6,48,545 શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે.

2 લાખથી વધુ યાત્રિકોએ ભજન પ્રસાદનો લાભ લીધો
અંબાજી મેળા દરમિયાન ચાર દિવસમાં કુલ 31738 યાત્રિકોએ ઉડન ખટોલાની સેવા માણી છે. જ્યારે 1882 ધજા રોહણ કરાયું છે. ચાર દિવસમાં 2,76,261 યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે. જેમાં 12 સપ્ટેમ્બરે 27,500, 13 સપ્ટેમ્બરે 65 હજાર, 14 સપ્ટેમ્બરે 85,240 અને 15 સપ્ટેમ્બરે 98,521 યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે.

11 લાખથી વધુ મોહનથાળ પ્રસાદનું વિતરણ
અંબાજી મેળા દરમિયાન 11,16,636 મોહનથાળ પ્રસાદનું અને 20,166 ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 12 સપ્ટેમ્બરે 1,68,250 મોહનથાળ પેકેટ અને 1930 ચીકી પેકેટ, 13 સપ્ટેમ્બરે 237,367 મોહનથાળ પેકેટ અને 5679 ચીકી પેકેટ, 14 સપ્ટેમ્બરે 350,156 મોહનથાળ પ્રસાદ અને 7919 ચીકી પ્રસાદ જ્યારે 15 સપ્ટેમ્બરે 3,60,863 મોહનથાળ પ્રસાદ અને 4638 ચીકી પ્રસાદનું વિતરણ કરાયું છે. આ ચાર દિવસમાં 16.80 ગ્રામ સોનાની આવક થઇ છે.