Ambaji Bhadarvi Poonam Mela: ભાદરવી પૂનમના પ્રથમ દિવસે 1.93 લાખથી વધુ ભક્તોએ માતાજીની આશિર્વાદ લીધા, 1.68 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 13 Sep 2024 11:30 AM (IST)Updated: Fri, 13 Sep 2024 11:30 AM (IST)
ambaji-bhadarvi-poonam-2024-over-1-93-lakh-devotees-seek-matajis-blessings-1-68-lakh-mohanthal-prasad-distributed

Ambaji Bhadarvi Poonam Melo 2024, અંબાજી ભાદરવી પૂનમનો મેળો: ગઇકાલે 12 સપ્ટેમ્બરથી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. મેળના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં માઇભક્તો અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના આશિર્વાદ લીધી હતા. પ્રથમ દિવસે 1.93 લાખથી વધુ ભક્તોએ મા અંબાને શિશ ઝૂકાવ્યું હતું. જ્યારે 1.68 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.

શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર, ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે 12 સપ્ટેમ્બરના રોજ 1,93,220 યાત્રિકો નોંધાયા છે. જ્યારે ઉડન ખટોલાનો ઉપયોગ કરનારા યાત્રિકોની સંખ્યા 2645 છે. પ્રથમ દિવસે 190 જેટલી ધજા રોહણ થયું છે. 27500 યાત્રિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે. મોહનથાળ પ્રસાદના 1,68,250 પેટેકનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે ચીકીના પ્રસાદના 1930 પેટેકનું વિતરણ કરાયું છે. પ્રથમ દિવસે અંબાજી મંદિરે 1 ગ્રામ સોનાની આવક થઇ છે.

ભાદરવી પૂનમ મેળાના પ્રથમ દિવસ અંગે વિગતો આપતા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, મા જગત જનની મા અંબાના આગણે ભાદરવી પૂનમના મેળાનો પવિત્ર પર્વનો પહેલો દિવસ ઉજવાઈ રહ્યો છે. દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ તમામ પગપાળા સંઘમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. સાંજે 5:00 વાગ્યા સુધીમાં અંદાજે 1.70 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કર્યું છે 1.90 લાખથી 1.95 લાખ જેટલા માલ ભક્તોએ જગત જનનીમાં આપવાના આશીર્વાદ લીધા છે.

તેમણે વધુમાં કહ્યું કે, વહીવટી તંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં પણ 5000 જેટલા ભક્તોએ સારવાર લીધી છે.નિઃશુલ્ક જે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં પણ 18 હજારથી 25 હજાર જેટલા માઇભક્તોએ ભોજનનો પણ લાભ લીધો છે. ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ પવિત્ર જે તહેવાર અને મેળાની ઉજવણી માં અંબાના આગણે થઇ રહી છે.