Navsari News: હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ ગણદેવીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.
રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ નવસારી જિલ્લામાં મેઘરાજાની હેલી સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. હવામાન વિભાગે આજે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌથી વધુ બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ ગણદેવીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે બપોરે 2 વાગ્યા સુધીનો વરસાદ
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ગણદેવી | 74 | 2.91 |
| ખેરગામ | 24 | 0.94 |
| ચીખલી | 19 | 0.75 |
| નવસારી | 14 | 0.55 |
| જલાલપોર | 8 | 0.31 |
| વાંસદા | 1 | 0.04 |
નદીઓની સપાટી
અંબિકા નદી
- ભયજનક સપાટી 28 ફૂટ
- 12 વાગ્યે સપાટી 13.38 ફૂટ
પૂર્ણ નદી
- ભયજનક સપાટી 23 ફૂટ
- 12 વાગ્યે સપાટી 10 ફૂટ
કાવેરી નદી
- ભયજનક સપાટી 19 ફૂટ
- 12 વાગ્યે સપાટી 10 ફૂટ
