Navsari: ખેરગામમાં નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતા મોત, ભારે શોધખોળ બાદ લાશ મળી

તાન અને માન નદીના સંગમ સ્થળે ન્હાવા પડ્યો અને કાળ સાથે ભેટો થયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 26 Sep 2024 09:43 PM (IST)Updated: Thu, 26 Sep 2024 09:43 PM (IST)
navsari-news-man-died-due-to-drown-on-river-at-khergam

Navsari: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી ગયો હતો. આ દરમ્યાન ભારે શોધખોળ બાદ યુવકની લાશ મળી આવી હતી. યુવકના મોતને લઈને પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો

મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ પટેલ ફળિયા ખાતે આવેલી તાન અને માન નદીના સંગમ સ્થળે એક યુવક ન્હાવા પડ્યો હતો આ દરમ્યાન અકસ્માતે યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. યુવક ડૂબી ગયો હોવાની જાણ થતા ત્યાં સ્થાનિક તરવૈયા તથા ફાયરની ટીમ આવી પહોચી હતી અને ભારે શોધખોળ બાદ યુવકની લાશ મળી આવી હતી. યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ રામપ્રવેશ રમેશભાઈ સહાની અને તે મૂળ યુપીનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં તે ખેરગામ રહીને કલર કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ નદીમાં ડૂબ્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.