Navsari News: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફલો, આસપાસના ગામોને સાવચેત કરાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 23 Jul 2023 12:05 PM (IST)Updated: Sun, 23 Jul 2023 12:06 PM (IST)
navsari-news-kelia-dam-overflow-of-vansda-taluka-villages-were-alerted

Navsari News: નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી નદી તળાવો છલકાય જવા પામ્યા છે. જિલ્લામાં થતાં ભારે વરસાદના લીધે વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન કેલિયા ડેમ ઓવરફલો થયો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમની હેઠળવાસમાં ગામોના લોકોને ખરેરા નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

કેલિયા ડેમથી પ્રભાવિત થતા ગામોમાં ચીખલી તાલુકાના કાકડવેલ, માંડવખડક, ગોડથલ, કણભઇ, સીયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પીપલગભાણ, ઘોલાર, કલિયારી, બલવાડા, તેજલાવ, ખેરગામ તાલુકામાં વાડ તેમજ ગણદેવી તાલુકામાં ઉંડાચ, ગોયંદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામોનો સમાવેશ થાય છે. હાલમાં કેલિયા ડેમની જળાશયની ભરપુર સપાટી 113.40 મીટર તેમજ જળાશયની સપાટી 113.45 મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેર, કેલિયા સિંચાઇ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.

naidunia_image

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું
છેલ્લા બે દિવસથી અને ખાસ કરીને શનિવારના રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદના કારણે નવસારી શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આ સ્થિતિને અનુલક્ષીને નવસારી- વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહયું છે.